ગાંધીનગર : શિક્ષણ બોર્ડની 18 બેઠકો માટે મતગણતરી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઇબી)ની 18 બેઠકો માટે 20મી યોજાયેલ ચૂંટણીની મતગણતરી ગાંધીનગરમા સેકટર 16માં આવેલા મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે હાથ ધરાઇ છે. વિવિધ સંવર્ગના સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ ચૂંટણીમાં અંદાજે 60ટકા મતદાન થયું હતું. 18 સભ્યોની ચૂંટણી માટે 61 ઉમેદવારો મેદાનમાં હતા. શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતર્ગત વાલી મંડળ, સંચાલક મંડળ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક, આચાર્ય, બીએડ કોલેજ પ્રતિનિધિ, વહીવટી કર્મચારી સહિતની વિવિધ 18 બેઠકો પૈકી આઠ બેઠકો બિનહરીફ થઇ હતી. સમગ્ર ગુજરાતમાં કુલ 57.47 ટકા મતદાન થયું હતું.

http://sambhaavnews.com/

You might also like