યૂપીમાં પહેલા તબક્કાની 73 સીટો માટે ચૂંટણી પુરી : 64.22% મતદાન થયું

નવી દિલ્હી : યૂપીમાં વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણમાં બંપર વોટિંગ થયું હતું. પહેલા તબક્કામાં 73 સીટો માટે મત્ત પડ્યા હતા. સવારે 8 વાગ્યેવોટિંગ ચાલુ થયા બાદ કેટલાક મતદાન પર વોટર્સની લંબી લંબી કતારો જોવા મળી હતી.

ચુંટણી પંચના અનુસાર 64.22 % મતદાન થયું છે. સાંજે 5 વાગ્યા સુધી વોટિંગ થઇ પરંતુ જે વોટર્સ તે સમયે પોલીંગ બુથો પર કતારો લાગી ચુકી હતી. તેમને મત આપવાની તક આપવામાં આવી હતી. 2012ની વિધાનસભા ચૂંટણીમાં 61 ટકા વોટિંગ થયું હતું.

ચૂંટણી પંચે જણાવ્યું કે પહેલા તબક્કાનું 64.22 ટકા મતદાન થયું છે. પહેલા તબક્કા દરમિયાન મોટા પ્રમાણમાં કેશ અને દારૂની જપ્તી થઇ. ચુંટણી પંચના અનુસાર આ દરમિયાન 19.56 કરોડ રૂપિયા રોકડા પકડવામાં આવ્યા.

જ્યારે 4.4 લાખ લીટર દારૂ પકડવામાં આવ્યા જેની કિંમત લગભગ 14 કરોડ રૂપિયા છે. ઉપરાંત 96.93 લાખનાં માદક પદાર્થ, 14 કરોડ સોના – ચાંદી જપ્ત કરવામાં આવ્યા. ચૂંટણી પંચે જણાવ્યું કે પહેલા તબક્કા દરમિયાન પેડ ન્યુઝનાં 13 કિસ્સા સામે આવ્યા જેમાં 10ની પૃષ્ટી થઇ.

You might also like