પશ્ચિમ બંગાળ: પાંચમાં તબક્કામાં બપોર સુધી 55 ટકા મતદાન

728_90

કોલકતા: પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાના મતદાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. પાંચમા તબક્કામાં આજે ત્રણ જિલ્લાની 53 વિધાનસભા બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. મતદાન મથક પર સવારથી જ લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે.  બપોરના સમય સુધી 55 ટકા મતદાન નોંધાયું છે. મતદાન માટે લોકોમાં સવારથી જ અનેરો ઉત્સાહ જોવા મલી રહ્યો છે. સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલું રહેશે. પાંચમા તબક્કા માટે 14,500થી વધારે મતદાન મથક પર મતદાન કરાશે. 43 મહિલા ઉમેદવાર સહિત 349 ઉમેદાવારો મેદાનમાં છે. આજરોજ શરૂ થયેલા મતદાનમાં મુખ્યપ્રધાન સહિત અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ ઇવીએમમાં બંધ થઇ જશે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસીના અધ્યક્ષ મમતા બેનરજી દક્ષિણ કોલકતાની ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

You might also like
728_90