‘મતદારોનાં નામો ગાયબ’ની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન

અમદાવાદ: રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોનાં નામો ગાયબ થતાં સર્જાયેલા હોબાળા અંગે આજે અમદાવાદ શહેરમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ રહી હતી. ગઈકાલે રવિવારે અમદાવાદ શહેરના ૨૫થી વધુ વોર્ડમાં અનેક મતદારોના નામ ગાયબ થતાં મતદારો આજે પોતાના વ્યવસાયના સ્થળે પહોંચતા સૌના મોંમાં નામ ગાયબ થયાની જ ચર્ચા જાગી હતી.

શહેરીજનો પોતાની ઓફિસો, બેન્કો, સરકારી કચેરીઓ, મ્યુનિ. ઓફિસો, બજારોમાં નામ કમી થવાની જ ચર્ચા ચાલી હતી. જેમાં રાજ્ય ચૂુંટણી પંચ સામે જાતજાતના આક્ષેપો થતાં હતા. જેમાં ચૂંટણી પંચે અગાઉ જાહેર કરેલા મતદારોના આંકડા અને અને ગઈકાલે જાહેર કરેલા મતદારોના આંકડામાં મોટો તફાવત આવે છે. કેટલાંક કહેતા હતા કે પાટીદારોના નામ કમી કરવામાં સરકારનું કાવતરું છે તો એવી પણ ચર્ચા ચાલી હતી કે ચૂંટણીપંચમાં સરકારી કર્મચારીઓ જ હોય છે તેઓ જ કોઈના ઈશારે પાટીદારોના નામો કમી કરી દીધા હતા. માત્ર અમદાવાદમાં પણ ૧૦,૦૦૦થી વધુ મતદારોના નામે કમી થઈ જતાં તટસ્થ ચૂંટણીપંચ અંગેનો વિશ્વાસ મતદારોમાં ઊઠી ગયો છે. એક એડવોક્ટના જણાવ્યા મુજબ મતદારને નોટિસ આપ્યા વગર મતદારયાદીમાંથી નામ રદ થઈ શકે નહીં. ચૂંટણી પંચની આ ભૂલ કાયદામાં ગેરબંધારણીય છે. આ અંગે રદ થયેલા મતદારોએ કોર્ટમાં ચૂંટણી પંચ સામે ન્યાય માંગવો જોઈએ.

You might also like