મતદારયાદીમાં નામ નોંધાવવા સુધારા કરાવવા ૧૧મીથી તક

અમદાવાદ: વર્ષ ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં અમદાવાદ સહિત રાજ્યના તમામ વિધાનસભા મતદાર વિભાગોની મતદારયાદી સુધારણાની કામગીરી ૧૧ એ‌િપ્રલથી હાથ ધરવામાં આવશે. આ કામગીરી ૧૧ એ‌િપ્રલથી ૩૦ એ‌િપ્રલ સુધી ચાલશે. રજાના દિવસો સિવાય સવારે ૧૦ થી સાંજના પ-૩૦ સુધી કલેકટર કચેરી ખાતે આ અંગેની કામગીરી માટે મતદારો ચૂંટણી વિભાગનો સંપર્ક કરી શકશે.

વર્ષ ર૦૧૬ના આ સમયગાળા દરમ્યાન બૂથ લેવલ અધિકારીઓ દ્વારા ચકાસણી હાથ ધરાશે. તા.૧૭ એ‌િપ્રલે રવિવારે અમદાવાદના તમામ મતદાન મથકો ઉપર સવારે ૧૦થી બપોરના ર વાગ્યા સુધી અધિકારીઓ હાજર રહેશે અને બે વાગ્યા સુધી નાગરિકોના હક-દાવા અને વાંધાઅરજીનો પણ સ્વીકાર કરાશે.

સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામ કમી, નામમાં સુધારો, અન્ય જગ્યાએ નામ ર‌િજસ્ટર કરાવવું (ટ્રાન્સફર), નવી નોંધણી વગેરે કામો કરાવી શકાશે. જેમના નામો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન મતદારયાદીમાંથી ગાયબ થઇ ગયા હતા તેઓ ૧૭ એ‌િપ્રલે પોતાના મતદાન મથક ઉપર નામ ઉમેરવા, હકદાવો અને વાંધાઅરજી સાથે ચૂંટણી અધિકારીને મળી શકશે. ખાસ કરીને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં નવા યુવા મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તેના માટે નામ નોંધાવવાના બાકી હોય તેમના નામ મતદારયાદીમાં નોંધાય તે માટે પણ ઝુંબેશ ૩૦ એ‌િપ્રલ સુધી હાથ ધરાશે.

તમામ મતદાન મથકો પર ૧૭મીએ ફોર્મ-૬, નમૂના નં.૭ નામ-ઉંમર જાણી અટક કે અન્ય વિગતો સુધારવા નમૂના નં.૮ તેમજ એક સ્થળેથી નામ કમી કરાવી અન્ય સ્થળે દાખલ કરાવવામાં નં.૮-ક, નામ રદ કરાવવા માટે નમૂના નં.૭ તેમજ નવું નામ દાખલ કરવા નમૂના-૬ વગેરેના ફોર્મ સ્વીકારવામાં આવે. ઉપરાંત http://www.ceogujarat.nic.in ઓનલાઇન કામગીરી કરી શકાશે. ટોલ ફ્રી નં.૧૯પ૦પર ઉપરથી માહિતી મેળવી શકાશે.

You might also like