મારૂતિ કુરિયર દ્વારા મતદાતા જાગરૂકતા અભિયાન

અમદાવાદઃ રાજ્યમાં આવતી કાલે યોજાનારા લોકસભા ચૂંટણીને લઇને મતદાતાઓમાં જાગરૂકતા અભિયાન વિવિધ સંગઠનો દ્વારા ચલાવામાં આવી રહ્યું છે. જેમાં મારૂતિ કુરિયર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઇને મતદાતાઓમાં જાગરૂકતા અભિયાન ચલાવામાં આવ્યું છે.

રાજ્યમાં આવતી કાલે 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે. જેના અંગે મારૂતિ કુરિયર દ્વારા પહેલ કરવામાં આવી છે અને દરેક મતદાતાઓને મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. મારૂતિ કુરિયર છેલ્લા બે મહિનાથી આ અભિયાન ચલાવી રહ્યું છે જેને લઇને અંદાજે બે લાખ ગ્રાહકોની વચ્ચે પાર્સલ દ્વારા સ્ટિકર મોકલવામાં આવી રહ્યાં છે જેમાં દરેકને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

સ્ટિકરમાં લખ્યું છે કે તમારો એક કિંમતી મત દેશનું ભાવી નિર્માણ કરશે. મારૂતિ કુરિયરના સીઇઓ મૌલિક મુકરિયાએ કહ્યું છે કે ગુજરાતમાં 400 આઉટલેટ પર બેનર અને પોસ્ટર પણ લગાવામાં આવ્યાં છે જેમાં દરેકને મત કરવા અપીલ કરવામાં આવી છે. કંપનીના સીઇઓએ જણાવ્યું કે રાજ્યમાં જે યુવાનો પ્રથમ વખત મતદાન કરી રહ્યાં છે તેમને મતનું મહત્વ સમજાવા આ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે.

કંપનીનો પ્રયત્ન છે કે નવા મતદારો લોકતંત્રના આ મહાપર્વમાં પોતાની મહત્વની ભૂમિકાને સમજે. મૌલિક મુકરિયાએ કહ્યું કે મારૂતિ કુરિયના ચેરમેન રામભાઇની પ્રેરણાથી આ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 26 લોકસભા બેઠક પર ચૂંટણી અને સાત વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઇ રહી છે.

ગુજરાતમાં કુલ ચાર કરોડથી વધારે મતદારો છે. જેમાં એક કરોડ 94 લાખ મહિલા મતદાતાઓ છે. જ્યારે ચૂંટણીને લઇને 45380 પોલિંગ બૂથ બનાવામાં આવ્યાં છે. રાજ્યની લોકસભા બેઠક પર કુલ 334 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે સાત વિધાનસભાની પેટાચૂંટણીમાં 78 ઉમેદવાર મેદાનમાં છે.

આ વખતે 45 લાખ નવા મતદારો જોડાયા છે. મારૂતિ કુરિયરનો પ્રયત્ન છે કે ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય. જ્યારે ચૂંટણી આયોગે જણાવ્યું છે કે મતદાન માટે જે સંસ્થાઓ દ્વારા સહયોગ કરવામાં આવી રહ્યો છે તેમનું યોગદાન પ્રશંસાપાત્ર છે.

You might also like