વોટ દેશું, વોટ દેશું, વોટ દેશું રે…

અમદાવાદ, ગુરુવાર
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીપંચે નવરાત્રિના તહેવારની ઉજવણી સાથે મતદાર જાગૃતિ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે, જેથી શહેરના જેટલા પાર્ટી પ્લોટમાં કે ક્લબમાં નવરાત્રિની ઉજવણી થશે ત્યાં સૌથી પહેલાં ચૂંટણી ગરબો વગાડવામાં આવશેે. ચૂંટણીપંચે આ માટે સ્પેશિયલ ગરબો તૈયાર કરાવ્યો છે.
ગરબો ગાવા ઉપરાંત નવરાત્રિના દિવસો દરમિયાન મુખ્ય સ્ટેજ પરથી ગરબા અંગેના એનાઉન્સમેન્ટમાં બેથી ત્રણ વખત મતદાર જાગૃતિ અંગેની સ્ક્રિપ્ટ પણ એનાઉન્સર ખેલૈયાઓને સમજાવશે.

ચૂંટણી ગરબો
વોટ દેશું વોટ દેશું વોટ દેશું રે… (ર)
અમે ૧૮ વરસનાં થયાં મોટો હક લેશું રે
મોટો હક લેશું રે, અમે વોટ દેશું રે
કોઇ કહે કે વોટ ના દેવાય, મથક ઉપર લાંબી લાઇનમાં
ઊભા ના રહેવાય, વોટ આપીને આપણને
ફાયદો શું થાય એટલે વોટ ન દેવાય.
મેં કહ્યું કે લોકશાહીમાં વોટનો અધિકાર
મને મારા કર્તવ્યનો કરવો સ્વીકાર
હું સમજું કે મારો વોટ એ જ મારો અવાજ
પાંચ વરસમાં એક વખતની ફરજ કેમ ચુકાય
અમે તો વોટ દેશું રે…
આખું વરસ તો કેટલા આપણે ઉત્સવ ઊજવીએ
ચૂંંટણી એ તો લોકશાહીનો મહાઉત્સવ છે
બીજા ઘણા દેશોમાં આવો ઉત્સવ ન ઊજવાય
આ તો ભારતમાં જ ઊજવાય એટલે વોટ દેશું રે…
કોઇ કહે છે એક વોટથી ફેર શંુ પડશે
આપો કે ના આપો કોઇને ખબર ક્યાં પડશે
મેં કહ્યું કે એક-એક મુખેથી ઊઠે એક અવાજ
દરેક વોટ કરશે મજબૂત લોકશાહીનો અવાજ
એટલે વોટ દેશું રે…
જઇને દેશું વોટ દિવ્યાંગ મિત્રોને લઇને
ચૂંટણી તંત્રએ કરી તેમની ખાસ સગવડ રે
મત દેવા યોગ્ય લાગે ન કોઇ તો શું વિકલ્પ રે
તો નોટાનો ઉપયોગ કરશો તે યાદ રાખશું રે
અમે તો વોટ દેશું રે…
લોકશાહીના જતન માટે મતદાન કરશું રે
મતની ખાતરી માટે મશીનની ‌િસ્લપ મને દેખાય
ચૂંટણીપંચે કરી અસરકારક વ્યવસ્થા રે
એટલે વોટ દેશું રે…
લોકશાહીનો મહાેત્સવ એટલે આવી ચૂંટણી રે
યુવા મતદાર મહોત્સવ ઊજવી ફરજ નિભાવશું રે
૧૮ વરસનાં થયાં તો જઇને મત દેશું રે
કેવો દેશ ગમે અમને તે નક્કી કરશું રે
એજી અમે વોટ દેશું રે, ચોક્કસ વોટ દેશું રે…

You might also like