વોલ્વોની નવી એસ60 અને વી60માં મળશે ટ્વીન ચાર્જડ પાવર

જલંધર: સ્વીડનના ગોથેનબર્ગમાં સ્થિત વોલ્વો કારોના અધિકારીક પર્ફોમન્સ ડિવીઝન પોલસ્ટારે હાલમાં વર્લ્ડ ટૂરિંગ કાર ચેમ્પિયનશીપને રજૂ કરી હતી પરંતુ કંપની અહીં રોકાવાની નથી. હવે પોલસ્ટારે એસ 60 અને વી 60ના અપડેટ વર્જન ને રજૂ કર્યું છે. આમાં પોલસ્ટારની જૂની 6 સિલિન્ડર મોટરની જગ્યાએ ટ્વીન ચાર્જડ(સુપર ચાર્જડ અને ટર્બોચાર્જડ)નો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલસ્ટાર ડિવીઝનની સ્થાપના 1996માં થઇ હતી.

સ્પેસિફિકેશન:

1. 4 સિલિન્ડર એન્જીન જે 367 હોર્સપાવર અને 347 પાઉન્ડ ફૂટનો ટાર્ક ઉત્પન્ન કરે છે.

2. ઓટોમેટિક અને ઓલ વ્હીલ ડ્રાઇવની સુવિધા આપવા વાળા 8 સ્પીડ ટ્રાન્સમીશન લગાવાયું છે.

3. બંને વેરિએન્ટસ 60 મીલ (96.5 કિ.મી) પ્રતિ કલાકની ઝડપ 4.7 સેકેન્ડમાં પકડી લે છે.

4. ટોપ સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાકની છે.

5. 7.8 લીટર ફ્યુલમાં 100 કિ.મી સુધીનું અંતર કાપી શકે છે.

You might also like