આ છે ભારતની પ્રથમ હાઈબ્રીડ બસ, બ્રેક મારવાથી પણ થશે ચાર્જ

મુંબઇ: સ્વીડિશ બસ અને ટ્રક મેકર વોલ્વો બસિસ ઇન્ડિયા પ્રા. લિ.એ ભારતમાં પોતાની પ્રથમ હાઈબ્રિડ બસ ડિલીવર કરી છે. વોલ્વો પ્રથમ બસ નિર્માતા છે જેમણે વ્યાવસાયિક રૂપે ઉપયોગમાં થનારી બસ માટે હાઈબ્રિડ ટેકનોલોજીને ભારતમાં રજૂ કરી છે. આ બસને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ સર્ટિફાઇડ કરી છે.

કંપનીએ પ્રેસ મીટિંગમાં જણાવ્યું હતું કે, વોલ્વો નવી મુંબઇ નગર પરિવહન નિગમને થોડાક જ સમયમાં હાઈબ્રિડ બસની પ્રથમ બેચમાંની 5 બસો ડિલીવર કરશે.

વોલ્વો હાઈબ્રિડ સોલ્યુશને એવો દાવો કર્યો છે કે આ બસો દ્વારા 30 થી 35 ટકા ફ્યુલની બચત થશે અને ઉત્સર્જથી ઉત્પન્ન થતાં ગેસમાં પણ 50 ટકા ઘટાડો થશે. તેમાં પેરેલલ હાઈબ્રિડ સિસ્ટમ આપવામાં આવી છે જે 5 લીટર, 4 સિલેન્ડર, ઇનલાઇન ડીઝલ એન્જિન અને એબી ઇલેક્ટ્રિક મોટર સાથે આવે છે. આની બેટરી રિજનરેટિવ બ્રેક સિસ્ટમ સાથે પણ ચાર્જ થાય છે.

રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક મોબિલીટી મિશન પ્લાન હેઠળ વર્ષ 2020 સુધીમાં 7 મિલિયન ઇલેક્ટ્રિક અને હાઈબ્રિડ વ્હીકલ્સને રોડ પર ઉતારશે.

You might also like