Categories: Sports

વિન્ડીઝ સામે શરૂઆતના ધબડકા બાદ કાંગારુંઓએ બાજી સંભાળીઃ વોજિસની સદી

હોબાર્ટઃ અહીં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ શરૂઆતના ધબડકા બાદ કરેલા શાનદાર પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સ્થિરતા આપી છે. એક સમયે ૧૨૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દેનાર ઓસ્ટ્રેલિયાએ છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ત્રણ વિકેટે ૩૧૩ રન બનાવી લીધા છે. વોજિસ ૧૨૮ રને અને શૌન માર્શ ૭૦ રને રમી રહ્યા છે. ચોથા ક્રમે બેટિંગમાં આવેલા વોજીસે આજે તોફાની સદી ફટકારી હતી. તેણે ફક્ત ૧૦૦ બોલમાં ૧૬ ચોગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી.

અગાઉ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી દાવની શરૂઆત બર્ન્સ અને ડેવિડ વોર્નરે કરી હતી અને પહેલી વિકેટની ભાગીદારીમાં ૭૫ રન ઉમેર્યા હતા ત્યારે બર્ન્સ ૩૩ રન બનાવી ગેબ્રિયલનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર જ્યારે ૧૦૪ રન હતો ત્યારે ત્રીજા ક્રમે બેટિંગમાં આવેલો કેપ્ટન સ્ટીવ સ્મિથ ફક્ત ૧૦ રન બનાવીને વેરિકનની બોલિંગમાં બ્લેકવૂડ દ્વારા કેચઆઉટ થયો હતો. ૧૨૧ રનના કુલ સ્કોર પર ઝડપી બેટિંગ કરી રહેલો ડેવિડ વોર્નર ૬૧ બોલમાં ૧૧ ચોગ્ગાની મદદથી ૬૪ રન બનાવીને વેરિકનનો શિકાર બન્યો હતો.

આમ ૧૨૧ રનમાં જ ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ પડી જતાં યજમાન કાંગારુંઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, પરંતુ ચોથા ક્રમે બેટિંગમાં આવેલો વોજીસ આજે કંઈક અલગ જ મૂડમાં જણાતો હતો. તેણે આવતાની સાથે જ કેરેબિયન બોલર્સને મેદાનની ચારે તરફ ફટકારવાનું શરૂ કર્યું હતું અને જોતજોતામાં ફક્ત ૧૦૦ બોલમાં જ ૧૬ ચોગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી લીધી હતી. વોજીસને બીજા છેડેથી શૌન માર્શનો સુંદર સાથ મળ્યો હતો. આ બંનેએ કેરેબિયન બોલર્સને કોઈ પણ જાતની મચક આપ્યા વિના પોતાની ટીમને સધ્ધર સ્થિતિમાં પહોંચાડી દીધી હતી.

divyesh

Recent Posts

દેશદ્રોહના કેસમાં જેએનયુના કનૈયાકુમાર, ઉમર સહિત નવ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ૯ ફેબ્રુઆરી, ર૦૧૬ના રોજ લગાવવામાં આવેલા દેશવિરોધી સૂત્રોચ્ચાર અને નારાબાજીના કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ…

20 hours ago

મહાનિર્વાણી-અટલ અખાડાના શાહીસ્નાન સાથે બ્રાહ્મમુહૂર્તમાં કુંભમેળાનો ભવ્ય પ્રારંભ

પ્રયાગરાજ: તીર્થરાજ પ્રયાગમાં ૪૯ દિવસ માટે ચાલનારા કુંભમેળાનો આજે સવારે બ્રાહ્મમુહૂર્તમાં ભવ્ય પ્રારંભ થયો છે. ગંગા નદીના સંગમતટ પર શ્રી…

20 hours ago

કર્ણાટક ભાજપના ધારાસભ્યોના ગુરગ્રામમાં ધામા, કોંગ્રેસ-જેડીયુના ૧૩ MLA ગાયબ

બેંગલુરુ: વિધાનસભા ચૂંટણીના લગભગ સાત મહિના બાદ કર્ણાટકમાં ફરી એક વખત સત્તાનું નાટક શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ…

20 hours ago

દુબઈના શાસકની ગુમ પુત્રીને સોંપવાના બદલામાં ભારતને મળ્યો મિશેલઃ રિપોર્ટ

લંડન: અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના આરોપી ક્રિિશ્ચયન મિશેલના પ્રત્યર્પણની અવેજીમાં ભારતે સંયુક્ત આરબ અમિરાતના શાસકને તેમની ગુમ થયેલી પુત્રી સોંપવી…

20 hours ago

ખોટા રન-વેના કારણે ઈરાનમાં સેનાનું કાર્ગો પ્લેન ક્રેશ થયુંઃ 15નાં મોત

તહેરાન: ઈરાનની રાજધાની તહેરાન પાસે સેનાનું એક કાર્ગો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં લગભગ ૧૦ લોકો સવાર હતા.…

20 hours ago

કમુરતાં પૂરાંઃ આજથી હવે લગ્નની સિઝન પુરબહારમાં

અમદાવાદ: હિંદુ સમુદાયમાં લગ્ન સહિતનાં શુભ કાર્ય માટે વર્જિત ગણવામાં આવતાં કમુરતાં ગઇ કાલે ૧૪ જાન્યુઆરીએ હવે પૂરાં થયાં છે.…

20 hours ago