વોડ્રોબ મેનેજમેન્ટ કાંઇક આ રીતે..

આજે લોકો નવા અને ટ્રેન્ડી કપડાં પહેરવાનું જ પસંદ કરે છે. ફેશન સાથે તાલથી તાલ મિલાવવા માટે સમયાંતરે નવા નવા કપડાં અને આઉટફિટની ખરીદી કરતા હોય છે. જેને કારણે વોટ્રોબ અવનવા આઉટફિટથી ભરાઇ જાય છે.  ત્યારે ફેશન સાથે તાલ મિલાવવા માટે નવા કપડાં ખરીદતા રહેવું તે જ એક વિકલ્પ નથી. તમે તમારા વોડ્રોબને સતત અપગ્રેડ કરતા રહીને અને નવા જૂના આઉટફિટનું મિક્સ એન્ડ મેચ કોમ્બિનેશન કરીને પણ ટ્રેન્ડિ અને સ્ટાઇલિશ લૂક મેળવી શકો છો.

આજે આપણે સંખ્યાબંધ કપડાં ખરીદી તો લઇએ છીએ પરંતુ તેમાંથી કેટલાક કપડાં તો એવા પણ હોય છે કે જે આપણને થતાં પણ નથી હોતા તેથી જ વોડ્રોબમાં એવા જ કપડાં રાખવા કે જે ફેશનમાં હોય અને જેને પહેરવાથી તમે કંફર્ટેબલ પણ હોવ. પોતાની જરૂરિયાતને ધ્યામાં રાખીને કપડાંની ગોઠવણી કરવી. તમારા વોટ્રોબમાં બ્લેક ટ્રાઉઝર, લોઅર અને કેટલાક સ્કર્ટ જરૂરથી રાખવા. પાર્ટીવેર અને કેઝ્યુઅલવેર આઉટફિટ અલગ અલગ રાખવા.

જે કપડાં તમે નિયમિત પહેરતા હોવ તેને હેંગરમાં લગાવીને સામે જ રાખવા જેથી પહેરતી વખતે સરળતાથી તેને નિકાળી શકાય. સિઝન પ્રમાણે તમારા વોડ્રોબને અરેજ કરતા રેહવો જોઇએ.

 

You might also like