OMG! શું તમારી પાસે છે વોડાફોનનું કાર્ડ, ચાંદ પર મળશે નેટવર્ક..!

728_90

બર્લિન : વૈજ્ઞાનિકો ચાંદ પર જિંદગીની શોધમાં છે. હવે ભલે ચાંદ પર જિંદગી મળે કે ન મળે પણ હવે મોબાઇલ નેટવર્ક જરૂર મળશે. વોડાફોન ચાંદ પર મોબાઇલ નેટવર્ક લાવવાની તૈયારી કરી રહ્યું છે. તેની માટે નોકિયા અને ઓડીની સાથે મળીને કામ કરી રહ્યું છે. ચાંદ પર આગામી વર્ષ સુધી રહેવાની શક્યતા ન હોય પરંતુ આગામી વર્ષથી ચાંદ પર મોબાઇલ નેટવર્ક જરૂરથી મળશે.

વોડાફોન જર્મની, મોબાઇલ નિર્માતા કંપની નોકિયા અને લકઝરી ગાડી નિર્માતા કંપની ઓઢી ચાદ પર મોબાઇલ નેટવર્ક લાવવાની તૈયારી કરવા પર કામ કરી રહ્યાં છે. ગઇકાલે કંપની તરફથી જણાવામાં આવ્યું છે કે મિશન ચાંદ પર નાસાના અંતરિક્ષયાત્રીઓ દ્વારા પગ મુકવાના 50 વર્ષ બાદ થઇ રહ્યું છે. વોડાફોને આ મિશન માટે નોકિયાને પોતાના ટેકનોલોજી પાર્ટનર બનાવ્યો છે.

વોડાફોને કહ્યું છે કે નોકિયા આ માટે સ્પેસ-ગ્રેડ નેટવર્ક તૈયાર કરશે જે હાર્ડવેરનો એક નાનકડો ટુકડો હશે અને તેનું વજન ખાંડની બેગ કરતાં પણ ઓછું હશે. આ પ્રોજેક્ટ માટે ત્રણ કંપનીઓ બર્લિનના પીટીસાઇન્ટીસ્ટની સાથે મળીને કામ કરી રહી છે. આ મિશન 2019માં કેપ કનવેરલ સ્પેસ એક્સ ફેલકન 9 રોકેટથી લોન્ચ કરાશે.

ચાંદ પર અત્યારે 5જી નહીં 4જી નેટવર્ક શુરૂ કરવામાં આવશે. 5જીને લઇને અત્યારે ટેસ્ટ અને ટ્રાયલ ચાલી રહ્યું છે.

You might also like
728_90