વોડાફોને કર્યો ધમાકેદાર પ્લાન રજૂ, 21 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા

રિલાયન્સ જીયોને ટક્કર આપવા અન્ય મોબાઇલ કંપનીઓ રોજ-રોજ નવી-નવી ઓફર લાવી ગ્રાહકોને ખુશ કરવાની કોશિસ કરી રહ્યાં છે. આઇડીયા, વોડાફોન, બીએસએનલ, એરટેલ ઓછી કિંમત પર કોલિંગ અને ડાટા માટે સસ્તામાં સસ્તો પ્લાન લઇને માર્કેટમાં આવી રહ્યાં છે જેના કારણે ગ્રાહકોને ચોક્કસથી ફાયદો થઇ રહ્યો છે.

વોડાફોન આપી રહ્યું છે 21 રૂપિયામાં અનલિમિટેડ ડેટા…
રિલાયન્સ જીઓને ટક્કર આપવા માટે વોડાફોન કંપનીએ સૌથી સસ્તો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન ડેટા યૂઝર્સ માટે ઘણો ફાયદાકારક રહેશે. વોડાફોને 21 રૂપિયામાં ઇન્ટરનેટ પ્લાન માર્કેટમાં લોન્ચ કર્યો છે. આ ઇન્ટરનેટ પેક વોડાફોનના પ્રીપેડ ગ્રાહકો માટે છે જે દિવસભરમાં વધારે ડેટાનો યુઝ કરે છે.

જો કે આ પ્લાનની અવધિ માત્ર એક કલાક સુધી જ સિમિત છે. વોડાફોનના આ પ્લાનની વાત કરીએ તો ગ્રાહકોને માત્ર એક કલાક માટે જ અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનમાં કોઇ ટોકટાઇમ મળશે નહીં.  આ અગાઉ પણ વોડાફોન કંપનીએ કસ્ટમરોના ફાયદા માટે અનેક પ્લાન રજૂ કર્યા છે. આમ ટેલિકોમ ક્ષેત્રે દિવસે ને દિવસે ગળાકાપ હરિફાઇ જોવા મળી રહી છે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે.

You might also like