Vodafone રજૂ કર્યો 129 રૂપિયાનો નવો ધમાકેદાર પ્લાન

પ્રીપેડ ગ્રાહકો માટે વોડાફોન લાવ્યું છે કે એક નવો પ્લાન. આ પ્લાનમાં 129 રૂપિયાનો છે. 129નો આ પ્રીપેડ પ્લાન વોડાફોન તરફથી બોનસ કાર્ડ પ્લાન છે અને તેમાં ભારતની અંદર અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સ આપવામાં આવ્યાં છે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં પુરી વેલિડિટ દરમિયાન 1.5 જીબી ડેટા અને રોજ 100 એસએમએસ આપવામાં આવશે.

વોડોફાનના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. હાલમાં વોડાફોન કંપનીએ આ પ્લાનને ગુજરાત અને ચેન્નાઇ સહિત પોતાના કેટલાક ખાસ સર્કલમાં ઉપલબ્ધ કરાવ્યો છે. વોડાફોનના લાઇનઅપમાં 129 રૂપિયાવાળા પ્લાન સાથે મળતો 119 રૂપિયાનો પ્લાન પણ છે.

119 રૂપિયાવાળા પ્લાનમાં કંપની વેલિડિટીદરમિયાન 1 જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ સાથે આપે છે. જો કે આ પ્લાનમાં કોઇ એસએમએસનો ફાયદો આપવામાં આવતો નથી.

આ પ્લાન પણ 28 દિવસની વેલિડિટીવાળો છે. તે સિવાય હાલમાં જ વોડાફોને 509 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે. આ પ્લાનને 2017માં પેશ કર્યો હતો. જો કે હવે આપ્લાનમાં 0.1 જીબી ડેટા વધારે આપવામાં આવશે.

You might also like