વોડાફોન-આઇડિયાના મર્જર પહેલા જઇ શકે છે 5000 લોકોની નોકરી

વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલર આગામી 2 મહિનામાં પોતાના 21000થી વધારે કર્મચારીઓમાંથી ચોથાભાગના કર્મચારીઓની છટણી કરી શકે છે. સૂત્રોનુસાર, બંને કંપનીઓના મર્જર પછી બનનારી નવી કંપનીએ એફિશિયન્ટ બનાવવા માટે આમ કરવામાં આવશે.

આ બાબતે જાણકાર, સીનિયર એક્ઝિક્યૂટિવે જણાવ્યું કે, બંને કંપનીઓ અત્યારે ખોટમાં છે, તેમના પર સંયુક્ત રૂપે 1,20,000 કરોડ રૂપિયાનું દેવું છે. જેનાથી મર્જરની પ્રક્રિયાનું કામકાજ મેનેજ કરનારી ટીમે બન્ને કંપનીઓને આગામી બે મહિનામાં 5000 કર્મચારીઓની છટણી કરવાનું કહ્યું છે.

સીનિયર એક્ઝિક્યૂટિવે જણાવ્યુ કે, ”છટણીની પ્રક્રિયા જલ્દીથી થવી જોઇએ કેમકે આટલું વધારે દેવું હોય તેવી કંપનીઓ નહીં ઇચ્છે કે નવા વેન્ચરની શરૂઆત વધારાના કર્મચારીઓના ભાર સાથે કરે.” મર્જરને ટેલિકૉમ ડિપાર્ટમેન્ટની છોડીને બીજા રેગ્યુલેટર્સને મંજૂરી મળી ગઇ છે. માનવામાં આવી રહ્યુ છે કે, મેં સુધી મર્જરની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે.

સૂત્રોનુસાર, આ અપ્રેઝલની સિઝન દરમિયાન જે કર્મચારીઓનું પરફૉર્મન્સ સારું નહી હોય, તેમની છટણી કરી શકાશે. આ સિવાય, એક જ જૉબ પ્રોફાઇલ પર બંને કંપનીઓ માટે કામ કરી રહેલા લોકોને નોકરી ગુમાવી પડી શકે છે.

એક ઈન્ડસ્ટ્રી એક્સપર્ટે જણાવ્યું કે, 5000થી વધારે કર્મચારીઓની છટણી થઈ શકે છે કારણકે બન્ને કંપનીઓમાં એક જ પ્રોફાઈલ પર કામ કરનારા કર્મચારીઓની સંખ્યા ઘણી વધારે છે. વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા તરફથી કોઈ જવાબ નથી આપવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, આઈડિયામાં અત્યારે 11000 અને વોડાફોન ઈન્ડિયામાં 10000થી વધારે કર્મચારી કામ કરે છે.

ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના જાણકાર કહે છે કે, મર્જર પછી બનનારી એન્ટિટીની સફળતાથી ઝડપથી બદલાવ કરવા પર, નેટવર્ક વધારવા પર અને સ્પર્ધાને ધ્યાનમાં રાખીને પ્રાઈસ નક્કી કરવા પર નિર્ભર રહેશે. મર્જર પછી નવી કંપનીનો ટેલિકોમ માર્કેટમાં 42% ભાગ રહેશે. તે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે.

You might also like