વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ, ગેરકાયદેસર 15 મકાનો તોડી પડાયાં

વડોદરાઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓ દ્વારા ગોત્રી અને ગાયત્રીનગર સોસાયટીમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.

આ દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 જેટલાં ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. સ્થાનિકો દ્વારા પાણી અને ગટરની લાઇન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેનાં ભાગરૂપે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મહાનગરોમાં પ્રવર્તી રહેલી ટ્રાફિક સમસ્યાને નાથવા માટે હાઇકોર્ટેની ટકોર બાદ ગુજરાતભરમાં તંત્ર સફાળુ જાગ્યું છે. ત્યારે વડોદરામાં પણ AMCનાં પગલે દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓ દ્વારા ગોત્રી અને ગાયત્રીનગર સોસાયટીમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં 15 જેટલાં ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત થોડાંક દિવસ અગાઉ પણ મુક્તાનંદ ચાર રસ્તાથી સંગમ સુધી ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યાં હતાં. પાર્કિંગ અને માર્જિનની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામો અને રસ્તાને નડતરરૂપ કાચા બાંધકામ તોડી પડાયાં હતાં.

You might also like