હિલેરીની માંદગી પાછળ પુતિનનો હાથ હોવાનો અમેરિકન ડોક્ટરનો દાવો

વોશિંગ્ટન : અમેરિકાનાં પ્રસિદ્ધ ડોક્ટરે વિવાદાસ્પદ નિવેદન આપતા બે દેશો વચ્ચેનાં સંબંધોમાં તણાવ આવે તેવી પરિસ્થિતી પેદા થઇ છે. ડોક્ટરનાં દાવા અનુસાર રશિયાનાં પ્રમુખ વ્હાલાદિમીર પુતિને અમેરિકાનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને ઝેર આપ્યું છે. જેનાં કારણે થોડા દિવસો અગાઉ હિલેરી ક્લિન્ટન ન્યૂમોનિયાનાં ભોગ બન્યા છે. અમેરિકાનાં ડોક્ટર બેનેટ ઓમાલુએ ટ્વિટ કરીને કહ્યું કે ક્લિન્ટનને ટોક્સિકોલોજિક એનાલિસિસ ટેસ્ટ કરાવવો જોઇએ. મારા મત અનુસાર તેમને ઝેર આપવામાં આવ્યું છે.

ટ્વિટમાં ડોક્ટરે ઉમેર્યું કે હું પુતિન અને ટ્રમ્પનો જરા પણ ભરોસો કરી શકું તેમ નથી. આ બંન્ને માણસો કોઇ પણ હદ સુધી જઇ શકે એમ છે. રિપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે જો કે કોઇ ટીપ્પણી કરવાનું ટાળ્યું છે. તેમણે ટ્વીટ કરીને હિલેરીને સ્વસ્થ થવા અંગે શુભકામનાઓ પાઠવી છે. આગામી 22 સપ્ટેમ્બરે યોજાનારી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં મળવાની આશા વ્યક્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડો ઓમાલુ અમેરિકન સોકરમાંથી રિટાયર્ડ થનારા પ્લેયર્સ અને લોંગ ટર્મ બ્રેઇન ડિસઓર્ડર ક્રોનિક ટ્રોમિટિક એન્સેફેલોપેથી વચ્ચેનું કનેક્શન શોદ્યું હતું. આ ડોક્ટરનાં જીવન પર કોન્કુશન નામની ફિલ્મ પણ બની ચુકી છે. જેમાં વિલ સ્મિથે ડોક્ટરનો રોલ નિભાવ્યો છે. ડોક્ટર ઘણી હસ્તીઓનાં ફેમિલી ડોક્ટર છે.

You might also like