Categories: India

કરણની ધોલાઈ કરો, મારી પાછળ કેમ પડ્યા છો?: વી. કે. સિંહ

જોધપુર: કરણ જોહરના લોકશાહી અને અસહિષ્ણુતા પર આપવામાં આવેલા નિવેદન અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પ્રધાન વી. કે. સિંહે જણાવ્યું હતું કે આ માટે તમે તેની ધોલાઈ કરો, મારી પાછળ શા માટે પડી ગયા છો? જયપુરમાં ચાલી રહેલા લિટરેચર ફે‌િસ્ટવલમાં કરણ જોહરે જણાવ્યું હતું કે મનની વાત કરવા માટે ભારત સૌથી મુશ્કેલ દેશ છે. કરણ જોહરે લોકતંત્રને પણ મજાક હોવાનું જણાવ્યું હતું.

રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન જનરલ વી. કે. સિંહ જોધપુર ખાતે ભાજપ કાર્યકરોની એક બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા. પાકિસ્તાન અંગે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં વી.કે. સિંહે જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણએ શિશુપાલને ૯૯ વખત માફ કર્યો હતો, પરંતુ ૧૦૦મી વખતે તેને ખતમ કરી નાખ્યો હતો. પાકિસ્તાન સાથે પણ આવું જ થશે. ભારત પણ પાકિસ્તાન સાથે આવું જ કરશે. પાકિસ્તાનના સિંધમાં હિંદુઓ પર ગુજારવામાં આવતા ત્રાસ અંગેના એક સવાલના જવાબમાં વી.કે. સિંહે જણાવ્યું હતું કે આ મુદ્દે સરકાર પોતાના સ્તરે કામ કરી રહી છે.

કરણ જોહર અંગે એક વધુ પ્રશ્ન પૂછવામાં આવતાં વી. કે. સિંહે જણાવ્યું હતું કે આપણે અહીં કરણ અંગે શા માટે વાત કરીએ છીએ. હું પક્ષના કાર્યકરો અંગે વાત કરવા આવ્યો છું. આપણે જરૂરી વાતો કરવી જોઈએ.

divyesh

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

4 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

4 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

4 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

5 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

5 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

5 hours ago