ફુલ વ્યૂ ડિસ્પ્લે સાથે VIVO Y83 ભારતમાં થયો લોન્ચ, જાણો કિંંમત અને ફીચર્સ

VIVO એ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન VIVO Y83 રજુ કર્યો છે. આ પહેલા આ ફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનમાં પણ આઈફોન X જેવી ડિસ્પ્લે મળશે એટલેકે ફુલ વ્યૂ ડિસ્પ્લે આ ફોનમાં આપવામાં આવી છે. આ ઉપરાંત આ ફોન ફક્ત 32GB સ્ટોરેજના વેરિયંટમાં ઉપલબ્દ હશે. VIVO Y83ને ઓફલાઈન અને ઓનલાઈન બંન્ને પ્લેટફોર્મ પરથી ખરીદી શકાશે.

ફીચર અને કિંમત

VIVO Y83ની ભારતમાં 14,990 રૂપિયા છે અને આ ફોન ફક્ત 4GB રેમ અને 32GB સ્ટોરેજ વેરિયંટમાં મળશે. ફોનને ભારતમાં એમેઝોન, ફ્લિપકાર્ટ, વીવોની સાઈટ અને ઓફલાઈન સ્ટોરથી પણ ખરીદી શકાશે. ફોનના ફીચર્સની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, એન્ડ્રોઈડ ઓરિયો 8.0, 6.22 ઈંચની એચડી ડિસ્પ્લે છે જેનો એસ્પેક્ટ રેશિઓ 19:9 છે. આ ઉપરાંત ફોનમાં મીડિયાટેકનું ઓક્ટાકોર હીલિયો P20 પ્રોસેસર છે.

ફોનમાં 13MP નો રિયર કેમેરા અને 8MP નો ફ્રન્ટ કેમેરા છે . કેમેરા સાથે આર્ટિફિશિયલ ફેસ બ્યૂટી, પ્રોટ્રેટ, લાઈવ ફોટો અને ગ્રુપ સેલ્ફી જેવા ફીચર્સ મળશે. ફોનમાં 32GB ની સ્ટોરેજ છે જેને 256GB સુધી વધારી શકાય છે. VIVO Y83માં 3260mAhની બેટરી છે અને કનેક્ટિવિટી માટે 4G VOLTE, WI-FI, બ્લૂટૂથ અને ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે.

You might also like