માત્ર આટલી કિંમતમાં લોન્ચ થયો Vivo Y53i, જાણો સ્પેસિફિકેશન્સ

ચીની સ્માર્ટફોન નિર્માતા Vivoનો નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનનું નામ Vivo Y53i છે, જે ગત વર્ષે લોન્ચ થયેલા Vivo Y53નું અપગ્રેડ વર્ઝન છે. ભારતમાં તેની કિંમત 7990 રૂપિયા રાખવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં 5 ઇંચ (540×960 પિક્સલ) નો ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. જે 2GB RAM ની સાથે ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર પર રન કરે છે. આ સ્માર્ટફોનમાં ઇન્ટરનલ મેમરી 16GBની છે જેને માઇક્રો SD કાર્ડની મદદથી વધારી શકાશે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પર રન કરે છે.

કેમેરા સેક્શનની વાત કરવામાં આવે તેમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે, જ્યારે સેલ્ફી માટે ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે, જ્યારે બેટરી 2500mAh છે. જોકે સ્માર્ટફોનની બોડી પ્લાસ્ટિકની છે અને ફોનનું વજન 137 ગ્રામ છે. આ સાથે ફૉન અનલોક ફિચસ પણ આપવામાં આવ્યું છે.

કનેક્ટિવિટીની જો વાત કરવામાં આવે તો 4G LTE, VoLTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS અને માઇક્રો USB પોર્ટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગ્રાહકો હાલ આ સ્માર્ટફોનને ઓફલાઇન ચેનલ દ્વારા જ ખરીદી શકશે. કંપની તરફથી આ સ્માર્ટફોનનુ ઓનલાઇન ઉપલબ્ધ છે કે નહી તે અંગે કોઇ જાણકારી આપવામાં આવી નથી.

You might also like