હાડકાં અને સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે ખોરાકમાં વિટામિન-ડીનું પ્રમાણ ત્રણ ગણું જરૂરી

રોજના ખોરાકમાં વિટામીન-ડી ત્રણ ગણા પ્રમાણમાં લેવાથી હાડકાંની સ્વસ્થતા જાળવી રાખવામાં મદદ મળે છે. દર પાંચમાંથી એક વ્યક્તિના શરીરમાં વિટામીન-ડીનું પ્રમાણ અપૂરતુ હોય છે. માનવ શરીર મોટાભાગનું વિટામીન-ડી સીધા સૂર્યપ્રકાશમાંથી મેળવે છે. અા ઉપરાંત માછલી, ઈંડા જેવા ફૂડમાંથી પણ શરીરને વિટામીન-ડી મળે છે. વિટામીન-ડીની ઉણપના કારણે બાળકો તથા પુખ્ત વયના લોકોમાં સંખ્યાબંધ રોગો થઈ શકે છે. હાડકાં નબળા પડવા જેવી સમસ્યા ઉપરાંત ડાયાબિટીસ અને કેન્સર જેવા અન્ય રોગોને પણ શરીરમાં વિટામીન-ડીની ઓછી માત્રા સાથે સંબંધ છે.

You might also like