વિટામીન સીનાં આહારનું ભરપૂર સેવન કરવાંથી બ્લડ કેન્સરમાં થશે રાહત

જો ખાવામાં રોજ વિટામીન સીનું રોજ સેવન કરવામાં આવે તો તમે બ્લડ કેન્સરથી બચી શકો છો. યૂનિવર્સિટી ઑફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરની શોધ મુજબ વિટામીનથી ભરપૂર ખોરાકમાં સ્ટેમ કોશિકાઓને નિયંત્રણમાં રાખવાની ક્ષમતા હોય છે.

અગાઉ કરાયેલ સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે એસ્કોર્બેટ(વિટામીન-સી)નું નિચલું સ્તર ધરાવનાર લોકોમાં કેન્સરનું વધારે પડતું જોખમ હોય છે, પરંતુ એનાં કારણો હજી સુધી સ્પષ્ટ થઇ શક્યાં નથી. અને સેલ ફંક્શનને નિયંત્રિત કરી લ્યૂકેમિયાનાં વિકાસને પણ રોકે છે.

શોધકર્તા મિચેલિસ એગાચોસીલસે જણાવ્યું હતું કે,”સ્ટેમ સેલ ડીએનએ પર કેટલાંક રાસાયણિક સંશોધનોની વિપુલતાને વિનિયમિત કરવાં માટે વિટામીન-સીનો ઉપયોગ કરવામાં આવે છે, જે એપીજિનોમનો ભાગ છે.”

વિટામીન-સીથી ભરપૂર ખોરાક શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. સાથે હાર્ટ અને મોટાપાની બીમારીઓને પણ દૂર રાખે છે. એટલું જ નહીં પરંતુ વિટામીન-સીથી ભરપૂર ખોરાકનું જો સેવન કરવામાં આવે તો કેન્સર જેવી બિમારીઓથી પણ બચી શકાય છે.

આમળાં,સંતરા,દ્રાક્ષ, શિમલા મિર્ચ, કાચા કેળાં અને પાલક સહિત અનેક ખોરાક વિટામીન-સીની ભરપૂર માત્રા છે.

You might also like