વિટા‌િમન-એની ઊણપ ટીબીનું જોખમ વધારી શકે

હાર્વર્ડ યુનિવર્સિટીમાં થયેલું લેટેસ્ટ સંશોધન કહે છે કે જે વ્યક્તિઓમાં વિટા‌િમન-એનું પ્રમાણ ઓછું હોય તેમનામાં ટીબી થવાનું જોખમ દસ ગણું વધી જાય છે. વ્યક્તિના લોહીમાં પ્રત્યેક લિટરદીઠ વિટા‌િમન-એનું પ્રમાણ ર૦૦ માઇક્રોગ્રામ કરતાં ઓછું હોય તો એને આ વિટા‌િમનની ઊણપ છે એવું કહી શકાય. વિટા‌િમન-એ અને ટ્યૂબરક્યુલોસિસ વચ્ચેનો આ સંબંધ શોધી કાઢવા માટે સંશોધકોએ આ રોગથી પીડાતા છ હજાર લોકોનાં બ્લડ સેમ્પલનો અભ્યાસ કર્યો હતો. વિટા‌િમન-એમાં રહેલી સંરક્ષણાત્મક શક્તિઓ વ્યક્તિને ટીબી જેવા રાજરોગથી દૂર રાખે છે, જ્યારે એનું અત્યંત ઓછું પ્રમાણ આ રોગ થવાની શક્યતામાં દસ ગણો વધારો કરી દે છે.
http://sambhaavnews.com/

You might also like