વિસ્તારાની વેલેન્ટાઇન ઓફર : 899માં ગર્લફ્રેન્ડ સાથે કરો હવાઇ સફર

નવી દિલ્હી : વિસ્તારા એરલાઇન્સે વેલેન્ટાઇન ડે પ્રસંગે ખાસ ઓફર લોન્ચ કરી છે. આજથી 5 દિવસ સુધી ચાલનારી આ ઓફર હેઠળ 28 ફેબ્રુઆરીથી 20 સપ્ટેમ્બર વચ્ચે યાત્રા કરવી ખુબ જ સસ્તી પડી શકે છે. 28 ફેબ્રુઆરીથી 20 સપ્ટેમ્બર વચ્ચે યાત્રા ખુબ જ સસ્તા દરે ટીકિટ બુક કરાવી શકાય છે.

આ ઓફ હેઠળ તમામ પ્રકારનાં શુલ્ક અને ટેક્સ સહિત ઇકોનોમી ક્લાસમાં એક તરફની યાત્રાનું લઘુત્તમ ભાડુ 899 રૂપિયા ભાડુ છે જે ગુવાહાટી બાગડોગરા માર્ગ પર વેલીડ ગણાશે. એરલાઇન્સ દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર બુકિંગ 13 ફેબ્રુઆરીથી ચાલુ થશે અને 17 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

તમામ પ્રકારનાં શુલ્ક અને કર સહિત ઇકોનોમી ક્લાક માં એક તરફથી યાત્રાનું લઘુતમ ભાડુ 899 રૂપિયા છે જે ગુવાહાટી બાગડોગરા માર્ગ પર ઉપલબ્ધ રહેશે. આ ઓફર પસંદગીનાં માર્ગો પર નિશ્ચિત સીટો પર જ લાગુ થશે. ઉપરાંત બિઝનેસ અને પ્રીમિયમ ક્લાસનાં ગ્રાહકોને 60 ટકાની છુટ પણ મળશે.

ઓફર હેઠળ ગોવા-મુંબઇ માર્ગનું ભાડુ 1499 હશે. દિલ્હી અમૃતસર 1549, દિલ્હી અમદાવાદ 1899, દિલ્હી પુણે 2399, દિલ્હી કોલકાતા 2699, દિલ્હી બાગડોગરા 2999, દિલ્હી ગોવા 3299, દિલ્હી લેહ 4999, દિલ્હી પોર્ટ બ્લેર 5999 ભાડુ રહેશે.

You might also like