વેલેન્ટાઈન ઓફરઃ માત્ર રૂ. ૯૯૯માં વિમાની સફર

નવી દિલ્હી: વિસ્તારાએ પણ હવે એરલાઇન્સ વર્લ્ડના ડિસ્કાઉન્ટ ઓફરની હોડમાં ઝુકાવ્યું છે. વિસ્તારા એરલાઇન્સ કંપનીએ પ્રથમ વાર ડિસ્કાઉન્ટ ઓફર રજૂ કરતાં વેલેન્ટાઇન ડે પ્રસંગે માત્ર રૂ. ૯૯૯માં વિમાની સફર કરાવવાની જાહેરાત કરી છે. આ ઓફરમાં સરચાર્જનો સમાવેશ થતો નથી.

અલગ અલગ કેટેગરીમાં વેલેન્ટાઇન ડેની ઓફરની જાહેરાત કરતાં કંપનીએ ટ્વિટર પર લખ્યું છે કે ડિસ્કાઉન્ટવાળી ટિકિટની ઓફર વિસ્તારાની વેબસાઇટ પર ૧૨ ‍ફેબ્રુઆરીથી શરૂ થઇ ગઇ છે અને ૧૪ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ ટિકિટ પર ૧૫ ફેબ્રુઆરીથી ૧૫ એપ્રિલ, ૨૦૧૬ દરમિયાન વિમાન યાત્રા કરી શકાશે. વિસ્તારાનું પ્રમોશન ટાટા ગ્રૂપ અને સિંગાપોર ઇન્ટરનેશનલ એરલાઇન્સ કરી રહ્યા છે. અત્યાર સુધી આ કંપનીએ કોઇ ડિસ્કાઉન્ટ ઓફર કરી ન હતી.

You might also like