માત્ર થોડી સેકન્ડોના ફેરથી જ વિમાનનો અકસ્માત ટળી ગયો! નહીં તો…

7 ફેબ્રુઆરીએ એક બહુ મોટી દુર્ઘટના થતાં થતા રહી ગઈ હતી. આ દુર્ઘટનામાં 172 લોકોના જીવ ગયા હોત, પરંતુ માત્ર થોડી સેકન્ડોના કારણે આ દુર્ઘટના ટળી ગઈ. મુંબઈના આકાશમાં હજારો ફૂટ ઉપર બે વિમાન સામ સામે ટકરાતાં માંડ માંડ બચ્યા હતા.

જાણકારી પ્રમાણે, 7 ફેબ્રુઆરીએ વિસ્તારા એરલાઈન્સની એક ફ્લાઈટ એટલી નીચે આવી ગઈ કે એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ સામે ટકરાતા રહી ગઈ હતી. બંને વિમાન બરાબર એકબીજાના સામે આવી ગયા હતા અને બંને સ્પીડમાં જ ઉડી રહ્યા હતા.

માત્ર થોડી જ સેકન્ડના અંતરના કારણે બંને વિમાન બચી ગયા. વિસ્તારા એરલાઈન્સ પ્રમાણે, એર ટ્રાફિક કન્ટ્રોલે પાયલૉટને 27,000 ફૂટની ઉંચાઈ પર ઉડવાનો આદેશ આપ્યો હતો, પરંતુ પાયલોટથી ભૂલ થઈ ગઈ હતી.

વિસ્તારા એરલાઈન્સના જણાવ્યા પ્રમાણે બુધવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ટળી ગઈ હતી. અમારી ફ્લાઈટની સામે જ એર ઈન્ડિયાની A-319 મુંબઈથી ભોપાલની ફ્લાઈટ 27,000 ફૂટની ઉંચાઈએ ઉડી રહ્યું હતું. વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ દિલ્હીથી પૂણે જઈ રહી હતી, જેમાં 152 મુસાફરો હતા. બંને વિમાન એકબીજાના 100 ફૂટ નજીક પહોંચી ગયા હતા, ત્યાં જ કૉકપિટના એલાર્મ વાગવા લાગ્યા અને આકાશમાં વિમાનો વચ્ચે અકસ્માત થતાં રહી ગયો.

You might also like