વીસનગરના તબીબનું ડૂબી જતાં મોતઃ ચારનો બચાવ

અમદાવાદ: વિજયનગર નજીક સાણેશ્વર મંદિર પાછળ અાવેલા ઊંડા પાણીના ધરામાં ડૂબી જવાથી વીસનગરના એક જાણીતા તબીબનું મોત થયું હતું. જ્યારે તેના ચાર મિત્રનો અાબાદ બચાવ
થયો હતો.

અા અંગેની વિગત એવી છે કે વીસનગરના તબીબ મહેશભાઈ કે. પટેલ તેમના મિત્રો હાર્દિક પટેલ, સુનીલ પટેલ, વિપુલ પટેલ અને કમ્પાઉન્ડર કેતન દેસાઈ સાથે વિજયનગર તાલુકાના સાણેશ્વર મંદિર પાસે પોળોનાં જંગલમાં ફરવા ગયા હતા. જ્યાં અા ડોક્ટર અને તેના મિત્રો ડાકડિયા ધરામાં સાંજના પાંચ વાગે નહાવા પડ્યા હતા. નહાતી વખતે ઊંડા પાણીમાં ગરકાવ થતાં અા તમામ ડૂબવા લાગ્યા હતા, પરંતુ કેતન દેસાઈએ બુમાબુમ કરતાં લોકોએ અાવી ચારને પાણીની બહાર કાઢી બચાવી લીધી હતા પરંતુ તબીબ મહેશભાઈ પટેલનું ડૂબી જવાથી મોત થયું હતું. તરવૈયાઓએ ભારે જહેમત બાદ પૂરા ૧૬ કલાક પછી તબીબની લાશ બહાર કાઢી હતી.

You might also like