વિસનગર કોર્ટે હાર્દિક પટેલની જામીન અરજી ના મંજૂર કરી

વિસનગર: વિસનગરના ધારાસભ્ય કાર્યાલયમાં તોડફોડ સહિતના મામલે ધરપકડ કરાયેલ હાર્દિક પટેલની જામીન અરજી વિસનગર સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. જયાં આ કેસમાં કુલ ૧૯ આરોપીઓ છે જેમાં ૧૪ને આગોતરા જામીન મળ્યા હતા.

વિસનગરમાં ગત ૨૩ જુલાઇના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રેલી કાઢવામાં આવી હતી જયાં રેલી બાદ થયેલ ધારાસભ્ય કાર્યાલયે તોડફોડ સહિતના કેસમાં ૧૯ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જયાં આ કેસમાં ૧૨ ફેબ્રુઆરીનારોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને સૂરતની લાજપોરની જેલમાંથી વિસનગર લાવવામાં આવ્યો હતો જયાં તેની ધરપકડ કરી વિસનગરની જયુડિશિયલ કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તેને ન્યાયીક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.

દરમિયાન વિસનગરની સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલની ૩ ફેબ્રુઆરીના રોજ જામીન અરજી મુકવામાં આવી હતી જેમાં ૬ ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં બંન્ને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી જયાં બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સોમવારના રોજ વિસનગર સેશન્સ કોર્ટના એડીશનલ સેશન જજ કે. એમ. દવેએ હાર્દિક પટેલની જામીન અરજી નામંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં કુલ ૧૯ આરોપીઓ હતા જેમાં ૧૪ને આગોતરા જામીન મળ્યા હતા જયારે બેને રેગ્યુલર જામીન મળ્યા હતા.

You might also like