ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેવા CM રૂપાણી દિલ્હીની મુલાકાતે

આજે દિલ્લીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ભાગ લેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં આ કારોબારી બેઠક મળશે. જેમાં 4 રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને મંથન કરવામાં આવશે.

ખાસ કરીને, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તા પર છે. આ સાથે જ આગામી 2019ની લોકસભા ચૂંટણીને લઈને પણ અમતિ શાહ મુખ્યમંત્રીઓ સાથે મંથન કરશે.

આ સાથે જ SC-ST એકટને લઈને થઈ રહેલા દેશ વ્યાપી આંદોલન મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતા છે. જ્યારે ખેડૂતોને ટેકાના ભાવ, NRC,OBC આયોગને લઈને પણ બેઠકમાં ચર્ચા કરી સમીક્ષા કરાશે.

You might also like