CM રૂપાણી ધોલેરા SIRની મુલાકાતે, 5 હજાર મેગા વોટના સૌર ઊર્જા પાકની જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ધોલેરાના SIRની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેકટનો શિલાન્યાસ કરશે. પીપળી- ધોલેરા વચ્ચે જળપરિહન પાઈપ લાઈનના પ્રોજેકટનો પણ સીએમ રૂપાણી શિલાન્યાસ કરશે. આ ઉપરાંત સીએમ રૂપાણી 5 હજાર મેગા વોટના સૌર ઉર્જા પાર્કની પણ જાહેરાત કરશે અને કૌશલ્ય વિકાસ યોજનાની પણ જાહેરાત થશે.

ઉલ્લેખનીય છે કે ધોલેરા સરના વિકાસને લઇને કેન્દ્ર સરકારે થોડા સમય અગાઉ 3 હજારકરોડ રૂપિયા માત્ર ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે ફાળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ 2019 પૂર્વે ધોલેરા સ્પેશ્ય ઇન્વેસ્ટેટમેન્ટ રિજન (સર)માં અંદાજે 25 હજાર રોડના સૂચિત રોકાણથી 11 હજાર હેકટરમાં વિશ્વના સૌથી મોટા 5000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે તેવા સોલાર પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2022 સુધીમાં 175 ગીગાવોટ બિન પરંપરાગત ઊર્જા પેદા કરવાના લક્ષ્યાંકમાં આ સોલાર પાર્કનો હિસ્સો મહત્વનો રહેશે.

You might also like