સિક્કીમના ફરવાલાયક સ્થળો

માઉંટ કનચેંડજોંગા પાસે આવેલ સિક્કીમ ફરવાલાયક સ્થળ છે. ઉંચા પર્વતો, બરફથી છવાયેલી તેની ટોચ અને સ્પાર્કલિંગ ઓર્કિડ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. સિક્કીમને ભારતના લેન્ડ લોક્ડ સ્ટેટના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં તાજી હવા, જંગલ, પર્વતો, ઘાટી અને બરફથી આચ્છાદિત થયેલી તેમની ટોચો મનને શાંતિ આપે છે. રજાઓ ગાળવા માટેનું આ ખુબ જ સુંદર સ્થળ છે. કુદરતના વરદાનથી ભરેલી આ જગ્યા હિમાલયના પર્વતીય ક્ષેત્રમાં આવેલી છે. ત્યાં જોવાલાયક ઘણાં સ્થળો છે.

મોનાસ્ટરીજ
સિક્કીમમાં લગભગ 200 મઠ છે જે ખુબ જ અદભૂત જગ્યા છે. રૂમટેક, પેમાયાંગત્સે અને ટાસહાઈડિંગ આ ત્રણ મઠ ફરવાલાયક છે. અહીંયા મઠોમાં ઘણાં વિવિધ પ્રકારના તહેવાર ઉજવવામાં આવે છે ખાસ કરીને ફેબ્રુઆરી અને માર્ચના સમયમાં.

Tsomgo તળાવ
આ તળાવ કેટલાક કિ.મી.માં ફેલાયેલું છે અને અંડાકાર છે. અહીંના લોકો આ તળાવને ખુબ જ પવિત્ર માને છે. Tsomgo તળાવ ચાંગુ તળાવના નામથી પણ ઓળખાય છે. આ સ્થળ સિક્કીમથી લગભગ 40 કિ.મી. દૂર આવેલ છે. મેથી ઓગષ્ટ મહિના દરમિયાન આ તળાવ આઇરિસ તેમજ વિવિધ પ્રકારની સુંદર ફૂલોથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

યમથાંગ ઘાટી
યમથાંગ ઘાટી તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતી છે. તેની પાસે ગરમ પાણીના ઝરણાં છે અને સુંદર આર્કિડ ગાર્ડન પણ છે. એપ્રિલથી મે મહિનાનો સમય અહીં જવા માટે બેસ્ટ છે.

નાથુલા
નાથુલા ગંગટોકથી લગભગ ત્રણ કલાક પૂર્વમાં આવેલું છે. આ સ્થળ ચીનની સીમા પર છે. ભારત અને તિબેટ વચ્ચે જુના સિલ્ક રૂટ પર એક મોટો કોરિડોર હતો જેને 1962માં બંધ કરી દેવામાં આવ્યો હતો. તેની યાત્રા ખુબ જ અદભૂત છે. ઝીકઝેક રસ્તો અને ઝરમર વહેતાં ઝરણાંની વચ્ચેથી આ રસ્તો પસાર થાય છે.

નામચી
નામચી તેની વિશાળ મૂર્તિઓ માટે જાણીતું છે. અહીંયા હિન્દુ અને બૌદ્ધ ધર્મની બે મૂર્તિઓ છે. ત્રીજી મૂર્તિ બનાવવાની યોજના ચાલી રહી છે. આ સ્થળ સમુદ્ર તટથી લગભગ 7000 ફૂટ ઉપર આવેલ છે.

રાવાંગલા
રાવાંગલા બુદ્ધ પાર્ક માટે જાણીતું છે. અહીંયા બુદ્ધની 40 ફૂટ ઉંચી મૂર્તિ છે અને તે ચારેય તરફથી મેનિક્યોર ગાર્ડનથી ઘેરાયેલી છે. નામચી અને રાવાંગલા વચ્ચે ઘણાં બધા ટી ગાર્ડન છે.

You might also like