DSP હત્યા વિશ્વાસે કહ્યું રાષ્ટ્રવાદી ગઠબંધન પર ધિક્કાર છે

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનાં નોહટ્ટામાં મસ્જીદ બહાર ભીડ દ્વારા ડેપ્યુટી એસપી મોહમ્મદ અયૂબ પંડિતને પીટ પીટ કરીને મારી નાખવાની ઘટના બાદ વિવાદ વધી ગયો છે. આમ આદમી પાર્ટીનાં રાજસ્થાન ખાતેનાં પ્રભારી ડૉ. કુમાર વિશ્વાસે ભાજપ અને પીડીપી ગઠબંધન પર શાબ્દિક પ્રહારો કર્યા છે. વિશ્વાસે ટ્વિટ કરીને લખ્યું કે ગઠબંધનમે રહન પડી જો સત્તા કી બિમારી હૈ, શેરો પર કુત્તે કે હમલે દિલ્હી કી લાચારી છે. આ તથાકથિત રાષ્ટ્રવાદી ગઠબંધન પર ધિક્કાર છે.

વિશ્વાસનાં આ ટ્વિટ પર ઘણા લોકોએ સંમતી વ્યક્ત કરી છે. કેટલાક યુઝર્સે લખ્યું કે બધા જ એક જેવા છે. સત્તામાં રહેવા માટે કંઇ પણ કરી શકે છે. બીજી તરફ કેટલાક યુઝર્સે લખ્યું કે ભજાપને શરમ આવવી જોઇએ ત્યાં તે પીડીપી સાથે સત્તામાં છે જે હંમેશા અલગતાવાદીઓને હિમાયત કરે છે. નોંધનીય છે કે નૌહટ્ટામાં મોહમ્મબ અયૂબ પંડિ મસ્જિદ બહાર તસ્વીરો પાડી રહ્યા હતા. ત્યારે જ ભીડે તેમને પડી લીધા હતા.

ટોળાએ ડેપ્યુટી એસપી મોહમ્મદને ત્યા સુધી માર માર્યો હતો જ્યા સુધી તેમનું મૃત્યુ ન થયું. આ ઘટના બાદ સમગ્ર દેશમાં પરિસ્થિતી તંગ થવા સાથે સાથે નાગરિકો વિચલિત થઇ ગયા છે. તેમનાં મૃતદેહની અંતિમ તસ્વીરો સામે આવી હતી તે પણ વિચલિત કરી દેનારી હતી.

You might also like