વિષ્ણુ ભક્તિ આપે છે મોક્ષ

જે મનુષ્યો, અસુરો, દેવો ભોગ વૈભવનો તિરસ્કાર કરનાર શંકરને ભજે છે. તે મનુષ્યો, દેવો, અસુરો, મહદંશે ધનવાળા તથા વૈભવવાળા હોય છે. ના હોય તો થાય છે. તથા શંકરની પૂજા ભોગ, ધન, વૈભવ અાપે છે. જે અા જગતનાં તમામ લોકોને મોટેભાગે પસંદ છે. લક્ષ્મીપતિ ભગવાન શ્રીહરિ વિષ્ણુને ભજનારા ધનવાળા કે વૈભવવાળા થતાં નથી. અાવું કેમ? કારણ કે…; વિરુદ્ધ સ્વભાવનાં પ્રભુ હરિ હરિનું ભજન કરનારને વિરુદ્ધ ફળ મળે છે. અર્થાત્ શિવને ભજનારા સંપત્તિવાન તથા વિષ્ણુને ભજનારા વૈભવહીન થતાં હોય છે. અાવું શા માટે થતું હશે? શ્રીમદ્ ભાગવતનાં બીજા ભાગનાં દશમા સ્કંધનાં ઉત્તરાર્ધમાં લખ્યું છે કે, ‘વિષ્ણુ ભક્ત ઉપર વિષ્ણુ અપાર કૃપા કરે છે.

તેઅો તેમની કૃપા ધનસ્વરૂપે નહીં, પરંતુ નિર્ધનતા સ્વરૂપે કરે છે. અર્થાત્ ભગવાન તેમના ભક્ત પાસેથી ધીમે ધીમે તેનું સઘળું ધન લઈ લે છે. એટલે નિર્ધન થયેલ ભક્તને તેનાં સ્વજનો ત્યજી દે છે. સ્વજનોનાં દબાણથી ભગવાનનો ભક્ત ફરીથી ધન મેળવવા મહેનત કરે છે, પરંતુ ભગવાન તેમનાં ભક્ત પર કૃપા કરવા ઇચ્છતા હોય છે. તેથી ભક્તની તે ઇચ્છા ભગવાન ફળવા દેતાં નથી. તેથી વૈરાગ્ય પામી ભગવાનનાં ભક્ત બની શ્રીહરિનાં ભક્તો સાથે મિત્રતા કરે છે. એટલે ભગવાનને ભક્ત પર પોતાની કૃપા વધારે છે. અામ, વિષ્ણુ ભક્તને ભગવાન વિષ્ણુ તેની જિંદગીમાં અપાર કષ્ટો અાપે છે. તેથી બહુ લોકો વિષ્ણુ ભક્તિ છોડી બીજી દેવને ભજે છે.

બીજા દેવ તરત પ્રસન્ન થનારા હોઈ જે તે ભક્તને પુષ્કળ વૈભવ અાપે છે. તેથી તે ભક્ત ઉદ્ધત, અાળસુ, મદોન્મત થાય છે. પોતાને વૈભવ અાપનારા દેવનું પણ તે અપમાન કરે છે. બ્રહ્મા, વિષ્ણુ તથા શંકર કૃપા કરવા તથા શાપ અાપવા સમર્થ છે. બ્રહ્મા તથા શંકર જલદી પ્રસન્ન થાય છે. તેવી જ રીતે શાપ પણ જલદી અાપે છે. પરંતુ વિષ્ણુ જેવા તેવા નથી. વિષ્ણુ તેમનાં ભક્તો પર ગુસ્સે ભરાય તો પણ તેનું પરિણામ તેમની અસીમ કૃપામાં જ પરિણમે છે.

જે મનુષ્ય વાણી તથા મનની અવિષય શક્તિઅોનાં સમૃદ્ધથી માયાથી પર અને સાક્ષાત્ પરમાત્મા શ્રીહરિનાં, શંકરના, સંકટથી છોડાવવારૂપ અા કથા વાંચે છે, સાંભળે છે, મનન કરે છે. તે તમામ મનુષ્યો અનેક યોનિઅોનાં ભમવારૂપ સંસારથી તથા શત્રુઅોથી છૂટે છે. ઘણા શંકા કરે છે કે ધ્રુવ વિષ્ણુ ભક્ત હોવા છતાં અપાર અૈશ્વર્ય પામ્યો. અાવું કેમ? તો તેનાં જવાબમાં જણાવવાનું કે વિષ્ણુ પોતાનાં ભક્તને પ્રથમ ઘણું અૈશ્વર્ય પ્રદાન કરી દે છે. પછી વિષય ભોગોને લીધે વૈરાગ્ય ઉપજાવી તેનાં પર કૃપા વરસાવવા તેને અાપેલું અૈશ્વર્ય પાછું લઈ લે છે. પરંતુ ધ્રુવ અસુર રાજપૂત હતો. તેનાં ગત જન્મોનાં પુણ્યો પણ પ્રબળ હતાં જેથી તે અપાર અૈશ્વર્ય પામ્યો હતો. વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે જૂઠી સાક્ષી પૂરનાર, બહુ સમય સુધી દ્વેષ રાખનાર, િવશ્વાસઘાતી, અપકારી અા ચાર નીચ છે. અા બધા જો કોઈ ઉત્તમ કુળમાં જન્મ્યા હોય તો પણ તેમના અાવા સ્વભાવને કારણે તેઅો પુષ્કળ દુઃખી થઈ પોતાના અનેક ભવ બગાડે છે.

િવષ્ણુ ભક્તો પોતાના ગત જન્મોનાં કરેલાં પુણ્ય બળને કારણે જ અા જન્મમાં વિષ્ણુ ભક્તિ કરી શકે છે. િવષ્ણુ ભક્તિ કરનાર ઉપરના લક્ષ્મીની કૃપા હોય છે. તેથી જે તે ભક્ત સંકટમાં પોતાનાં કાર્ય સાધી શકે છે. પણ વિષ્ણુ ભગવાનની ઇચ્છાને કારણે લક્ષ્મીજી તેને ધનવાન બનવા દેતા નથી. અા પાછળ તેઅોની ઇચ્છા પોતાનો ભક્ત અનેક ભવ સુધારે તે જ હોય છે. અાવા ભક્તો તેમના જીવનને અંતે વૈકુંઠ પાસે તેમાં શી નવાઈ છે? અર્થાત્ વિષ્ણુ ભક્તો પોતાના મૃત્યુ પછી
વૈકુંઠને જ પામે છે. ભગવાનના પાર્ષદ બની ભગવાન જેવું સ્વરૂપ ધારણ કરે છે. જેને પૃથ્વી લોક મોક્ષ કહે છે. •શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like