સિક્કાનાં રાજીનામાં બાદ લોકોનાં 31 હજાર કરોડ ડુબ્યા

નવી દિલ્હી : ઇન્ફોસિસનાં સીઇઓ અને એમડી વિશાલ સિક્કા (50) એ શુક્રવારે રાજીનામું આપી દીધું. તે 3 વર્ષ સુધી પોતાનાં પદ પર રહ્યા હતા. તેમના સ્થાને યુબી પ્રવીણ રાવને અન્તરીમ સીઇઓ હશે. કંપની બોર્ડે સિક્કાને એક્ઝીક્યુટીવ વાઇસ ચેરમેન એપોઇન્ટ કર્યા છે. રાજીનામા બાદ કંપનીનાં સ્ટોકમાં 13.39 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે રોકાણકારોનાં 31,418 કરોડ રૂપિયા ડુબી ગયા.

રાજીનામા પાછળ ઇન્ફોસિસનાં ફાઉન્ડર્સ અને બોર્ડ વચ્ચે ચાલી રહેલા વિવાદનું કારણ માનવામાં આવી રહ્યું છે. ઇન્ફોસિસનાં સ્ટોકમાં ઘટાડાથી રોકાણકારોની સાથે સાથે કંપનીનાં પુર્વ ચેરમેન અને પાઉન્ડર એનઆર નારાયણ મુર્તિની વેલ્થ 1068 કરોડ રૂપિયા ઘટી ગયા છે.

કંપનીમાં નારાયણ મુર્તિ અને તેમનાં પરિવાર પાસે કુલ 7,90,02,104 શર છે. કંપનીમાં મુર્તિનું શેર હોલ્ડિંગ 0.38 ટકા, તેમની પત્ની સુધા મુર્તિ 0.79, પુત્રી અક્ષતા મુર્તિ 0.89 અને પુત્ર રોહન મુર્તિ 1.38 ટકા છે. આ પ્રકારે કંપનીમાં મુર્તિ પરિવારનું શેર હોલ્ડિગ 3.44 ટકા છે. ગુરૂવારે બંધ ભાવે મુર્તિનું નેટવર્થ 8068 કરોડ રૂપિયા હતું. જે 1068 કરોડ રૂપિાયથી ઘટીને 7 હજાર કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું.

You might also like