હવે આધાર નંબરની જગ્યાએ વર્ચ્યુઅલ આઇડી, આવી રીતે કરો જનરેટ

આધાર ઓથોરિટી યૂઆઇડીઆઇ દ્વારા વર્ચુઅલ આઇડીની એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આના ઉપયોગ પર તમારે તમારો આધાર કાર્ડ હવે આપવો નહી પડે, પરંતુ તેની જગ્યાએ આ આઇડી આપવાનો રહેશે. યુઆઇડી દ્વારા જાન્યુઆરીમાં આ સુવિધા લાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે તેને લોન્ચ કરી દેવામાં આવ્યો છે.

જો કે હાલમાં તમે તેનો ઉપયોગ માત્ર ઓનલાઇન સરનામું અપડેટ કરવા પુરતો જ કરી શકો છો. જો કે ટૂંક સમયમાં આ દરેક એજન્સીઓ દ્વારા સ્વીકાર કરવામાં આવશે.  શું છે વર્ચ્યુઅલ આઇડી : વર્ચ્યુઅલ આઇડી આધાર નંબરની જેમ જ આંકડાઓનો સમૂહ છે. આધાર નંબર જેમ 12 આંકડાઓનો છે તેમ વર્ચ્યુઅલ આઇડી 16 આંકડાનો હશે.

વર્ચ્યુઅલ આઇડીને તમે ચાહો તેટલી વાર જનરેટ કરી શકો છો. આ આઇડી થોડા સમય માટે જ હોય છે. જેના કારણે આઇડીનો ખોટો ઉપયોગ નહી કરી શકાય તેવી આશંકા જોવામાં આવી રહી છે. વર્ચ્યુઅલ આઇડીને તમે જાતે જ જનરેટ કરી શકો છો. તેના માટે તમારે યૂઆઇડીએઆઇની વેબસાઇટ પર જવાનું રહેશે.

અહીં તમને વર્ચ્યુઅલ આઇડી જનરેટ કરવાનો વિકલ્પ જોવા મળશે. જેવુ તમે ક્લિક કરશો તેની સાથે જ નવી વિન્ડો ખુલશે. અહીં તમારે તમારો આધાર નંબર નાંખવાનો રહેશે. કેપ્ચા એન્ટર કર્યા બાદ તમારા રજીસ્ટર્ટ નંબર પર એક ઓટીપી આવશે. ઓટીપી અંદર નાંખ્યા બાદ વર્ચ્યુઅલ આઇડી જનરેટ થઇ જશે.

વર્ચ્યુઅલ આઇડી જનરેટ થયા બાદ તમારે જ્યાં પણ આધારની માહિતી આપવાની હોય ત્યાં આઇડી આપવાનો રહેશે. તમારા વર્ચ્યુઅલ આઇડી આપવાથી આધાર સાથે જોડાયેલ કામ પુરુ થશે. વર્ચ્યુઅલ આઇડીથી આધારની પૂરી માહિતી સામે આવશે નહી. તેની સામે એટલી જ માહિતી આવશે જેટલી તેને જરૂર હોય.

You might also like