કુંવારી યુવતીએ મૃત બાળકને જન્મ આપ્યોઃ પ્રેમી ફરાર

અમદાવાદઃ અમદાવાદના નરોડા વિસ્તારમાં એક યુવતીને લગ્નની લાલચ આપીને યુવકે યુવતીને ગર્ભવતી બનાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતીને પ્રસૂતિની પીડા ઉપડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેને મૃત બાળક થયું હતું. નરોડા પોલીસે યુવક વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

નરોડામાં ચાલી રહેલી બાંધકામની સ્કીમોમાં મજૂરી કામ કરવા માટે આવેલી રાજસ્થાનની એક યુવતીને કમલેશ કટારા નામના યુવક સાથે પ્રેમ સંબંધ થઇ ગયો હતો. કમલેશે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર બાંધકામની સ્કીમાેમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેથી યુવતી ગર્ભવતી બની હતી. યુવતીએ કમલેશને લગ્ન કરવાનું કહેતાં કમલેશ લગ્ન કરવા માટે ગલ્લાતલ્લાં કરતો હતો. અંતે યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં કમલેશ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી ગઇ કાલે યુવતીને પ્રસૂતિની પીડા ઉપડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણે મૃત બાળકને જન્મ આપ્યો હતો. નરોડા પોલીસે કમલેશ વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like