વીરુએ રોજર ફેડરરને કહ્યુંઃ તારો ગાયપ્રેમ જોઈને સારું લાગ્યું

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનાે ભૂતપૂર્વ િવસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે પોતાની ટ્વિટ્સ માટે હંમેશાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં વિમ્બલ્ડન ખિતાબ જીતનારા મશહૂર ટેનિસ ખેલાડી રોજર ફેડરરનો ફોટો શેર કરીને વીરુએ ટ્વિટ કર્યું છે. વીરુએ આ ટ્વિટમાં ફેડરરની ત્રણ તસવીર શેર કરી છે. આ ત્રણેય તસવીરોમાં બે વાત કોમન છે. એક ખુદ ફેડરર અને બીજી ગાય. આ તસવીરોને શેર કરતા સેહવાગે લખ્યું છે, ”મહાન રોજર ફેડરરનો ગાયપ્રેમ જોઈને સારું લાગ્યું.”
આ તસવીરોમાં પહેલી તસવીરમાં ફેડરર ગાયનાં આંચળમાંથી દૂધ દોહવાની કોશિશ કરતો જોવા મળી રહ્યો છે. ભારતમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે.

ગૌ સેવાના નામ પર કહેવાતા ગૌરક્ષકો દ્વારા દેશના વિભિન્ન ભાગમાં કરાઈ રહેલી હિંસા ભારતમાં આજકાલ સામાન્ય વાત બની ગઈ છે. આને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નારાજગી વ્યક્ત કરીને કાર્યવાહી કરવાની વાત કરી ચૂક્યા છે. એવું પહેલી વાર નથી બન્યું કે જ્યારે વીરુએ સોશિયલ મીડિયામાં સામાજિક મુદ્દા પર પોતાની વાત રાખી હોય. તે હંમેશાં આવી વાતોથી ચર્ચામાં રહે છે.
http://sambhaavnews.com/

You might also like