Categories: Sports

દામ્બુલામાં નવ વર્ષ પછી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ એ જ ખુરશી પર શા માટે બેઠો?

દામ્બુલાઃ વર્ષ ૨૦૦૮ વિરાટ કોહલીની ક્રિકેટ કરિયર માટે બહુ મહત્ત્વનું સાબિત થયું હતું. એ વર્ષે વિરાટની કેપ્ટનશિપમાં ભારતે અંડર-૧૯ વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો અને ત્યાર બાદથી તેને ટીમ ઇન્ડિયામાં સામેલ કરી લેવામાં આવ્યો હતો. ૧૮ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ વિરાટે શ્રીલંકા સામે દામ્બુલામાં ભારત તરફથી આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને હવે એ જ દામ્બુલામાં ૨૮ વર્ષીય વિરાટ આવતી કાલે પોતાની ૧૯૦મી વન ડે રમશે.

બીસીસીઆઇએ ટ્વિટ કરીને વિરાટની એક તસવીર શેર કરી છે. સાથે લખ્યું છે, ”કેટલીક ચીજો ક્યારેય નથી બદલાતી, ફક્ત મહાન લોકો પોતાનું કદ વધારી લે છે. વિરાટ એ જ ખુરશી પર બેઠો છે, જેના પર તે પોતાની પદાર્પણ મેચ દરમિયાન બેઠો હતો.” બાદમાં વિરાટે પણ એ તસવીર સાથે ટ્વિટ કરીને લખ્યું, ”આ ખુરશીથી એ બધું શરૂ થયું. એ દિવસ, એ ગ્રાઉન્ડ… ભારતીય ક્રિકેટ ટીમ સાથે નવ વર્ષ પૂરાં થયાં. શાનદાર સફર રહી. બહુ જ આભારી છું.”

એ પહેલી મેચ, એ પહેલી ઇનિંગ્સ…
પોતાની એ પદાર્પણ મેચમાં કોહલીએ ૧૨ રનની ઇનિંગ્સ રમી હતી. ત્યારે તેણે ગૌતમ ગંભીર સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. એ મેચ ભારત આઠ વિકેટે હારી ગયું હતું. ટીમ ઇન્ડિયાની બેટિંગ સદંતર ફ્લોપ રહી હતી. ભારત તરફથી યુવરાજસિંહે સૌથી વધુ ૨૩ રનની ઇનિંગ્સ રમી હતી અને આખી ટીમ ૧૪૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કોહલીએ એ મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી પહેલો ચોગ્ગો ફટકાર્યો હતો અને એ પણ ચામિંડા વાસની બોલિંગમાં. કોહલી ૨૨ બોલમાં ૧૨ રન બનાવીને નુવાન કુલસેકરાની બોલિંગમાં એલબી આઉટ થયો હતો.

વિરાટે દામ્બુલામાં પોતાની કરિયરની શરૂઆત કરી અને ત્યાર બાદ તે અહીં આઠ વન ડે રમ્યો. આ મેદાન પર પોતાની કુલ નવ વન ડેમાં વિરાટ જેવો બેટ્સમેન હજુ એક પણ અર્ધસદી ફટકારી શક્યો નથી. તેણે આ મેદાન પર કુલ નવ મેચમાં ૧૬૧ રન જ બનાવ્યા છે. અહીં તેનો સર્વોચ્ચ સ્કોર ૩૭ રનનો છે. છેલ્લી વાર વિરાટ આ મેદાન પર ઓગસ્ટ- ૨૦૧૦માં રમ્યો હતો. હવે સાત વર્ષ પછી આવતી કાલે વિરાટ ફરી આ મેદાનમાં ઊતરશે. જોકે હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. વિરાટ હાલ વિશ્વનો ટોચનો બેટ્સમેન બની ગયો છે.

divyesh

Recent Posts

નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે…

3 mins ago

PM મોદીએ વારાણસીમાં 15મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને ખુલ્લું મૂક્યું

(એજન્સી): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આજે ૧૫મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. તેઓ ઉદ્ઘાટન સત્ર…

15 mins ago

મમતાના ગઢમાં મહાગઠબંધન વિરુદ્ધ બ્યૂગલ ફૂંકવાં પહોંચશે અમિત શાહ

(એજન્સી) કોલકાતા: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના માલદામાં એક વિશાળ જનસભા સંબોધિત કરશે. આજે પશ્ચિમ…

32 mins ago

CBIમાં ઊથલપાથલ જારીઃ વધુ 20 અધિકારીની બદલી કરાઈ

(એજન્સી) નવી દિલ્હી: સીબીઆઇમાં બદલીનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. સીબીઆઇના વચગાળાના ડાયરેકટર નાગેશ્વર રાવે ફરી એક વખત ર૦ અધિકારીઓની…

32 mins ago

ઉત્તર ભારતમાં વરસાદ-બરફ વર્ષાનો ‘ડબલ એટેક’: 26 જાન્યુઆરી સુધી ઠંડી થિજાવશે

(એજન્સી) નવી દિલ્હી: પંજાબ, હરિયાણા અને રાજધાની દિલ્હી-એનસીઆર સહિત અન્ય મેદાની વિસ્તારોમાં હવામાન ઓચિંતું પલટી ગયું છે અને ઉત્તર ભારતના…

33 mins ago

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

23 hours ago