વિરાટ કોહલીએ દિલ્હીનાં સ્મોગ અંગે વ્યક્ત કરી પોતાની ચિંતા

નવી દિલ્હી : દિલ્હીની સ્મોગ સમસ્યા હાલ 17 વર્ષની ટોચ પર છે. રાજ્યનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ દિલ્હીને ગેસ ચેમ્બર સાથે સરખાવી ચુક્યાં છે. અમેરિકાની એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એજન્સી પણ દિલ્હીને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરી ચુક્યું છે. આ સ્મોગનાં કારણે બે રણજી ટ્રોફીની મેચ પણ રદ્દ કરવામાં આવી છે.

https://www.instagram.com/p/BMg-jisA7B4/?taken-by=virat.kohli

આ સમસ્યા સામે સામાન્ય માણસથી માંડીને ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓમાંરોષ જોવા મળી રહ્યો છે. તેવા સમયે ભારતનો સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ કેપ્ટન અને મુળ દિલ્હીનો રહેવાસી વિરાટ કોહલીએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. કોહલીએ વીડિયોની શરૂઆતમાં જ તેણે દિલ્હી સ્મોગ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. દિલ્હીનાં લોકોની પણ તેણે ચિંતા વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી ઓગષ્ટ 2015માં ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યા બાદ છેલ્લી 4 સીરિઝ સતત જીત મેળવી છે. ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટની સીરિઝ રમાવા જઇ રહ્યું છે. જે પ્રથમ ટેસ્ટ 9 નવેમ્બરથી રાજકોટ ખાતે રમાશે.

You might also like