વિરાટ કોહલીને ત્રીજી વાર મળ્યો આ ઈંટરનેશનલ અવોર્ડ…

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વર્ષ 2017-18માં સિએટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે ત્રીજી વખત પસંદગી કરવામાં આવી છે. કોહલીએ વર્ષ 2011-12 અને 2013-14માં આ પુરસ્કાર જીત્યો હતો. ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને આ વર્ષે આંતરરાષ્ટ્રીય બેટ્સમેન તરીકે અને ન્યુ ઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટને આ વર્ષનો આંતરરાષ્ટ્રીય બોલર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

પ્રખ્યાત વિકેટકીપર બેટ્સમેન ફારૂક એન્જીનીયરને તેમના યુગ માટે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવશે. તે સમયે, ભારતીય મહિલા ઓલરાઉન્ડર હરમાનપ્રીત કૌરને ગત વર્ષે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ કપમાં 171 નોટ આઉટનો એવોર્ડ મળ્યો છે, જે વર્ષનો સૌથી રસપ્રદ ઈનિંગ્સ તપીકે આળખવામાં આવી હતી. મયંક અગરવાલને આ વર્ષના શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે અને શુભમાન ગિલને U -19નો સૌથી શ્રેષ્ઠ ખેલાડી માટે પસંગ કરવામાં આવ્યો છે.

અન્ય પુરસ્કારોમાં અફઘાનિસ્તાનના રશીદ ખાનને વર્ષના શ્રેષ્ઠ ટી -20 બોલર તરીકે અને ન્યુઝીલેન્ડના કોલિન મુનરોને શ્રેષ્ઠ ટી 20 બેટ્સમેન તપીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલને ‘પોપ્યુલર ચોઇસ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.

વિરાટ કોહલી સમારોહમાં હાજર ન હતા અને તેની તરફથી ટીમ ઈન્ડિયાના નાયબ કેપ્ટન રોહિત શર્મા આ એવોર્ડ લેવા માટે પહોંચ્યા હતા. એક IPL મેચ દરમિયાન વિરાટ ઇજાગ્રસ્ત થયો હતો.

આ કાર્યક્રમમાં, ફારૂક એન્જીનીયરે રશિદ ખાનને અફઘાનિસ્તાનના મહાન રાજદૂત તરીકે ઓળખાવીને કહ્યું હતું કે તે આ જ રીતે સતત ઉત્કટતા જાળવી રાખો. ફારૂકે નસ્તીમાં એવું પણ કહ્યું હતું કે તારે તો અફઘાનિસ્તાનના વડા પ્રધાન હોવુ જોઈએ. રશીદ ખાન તાજેતરમાં IPLની 11મી સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

You might also like