ધોનીથી તદ્દન ઊલટું: વિરાટે DRS અપનાવવા સંકેત આપ્યા

કોલકાતાઃ ડીઆરએસ પર ટીમ મેનેજમેન્ટ અને બીસીસીઆઇના કડક વલણ બાદ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ભવિષ્યમાં ડીઆરએસ અપનાવવાના સંકેત આપ્યા છે. ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં વિરાટે કહ્યું, ”અમે નિશ્ચિત રીતે ડીઆરએસ લાગુ કરવા અંગે વિચારીશું. આ અંગે બેઠક અને ચર્ચાઓ થઈ ચૂકી છે. ડીઆરએસ એવી ચીજ છે, જે અંગે અમે વિચારવા ઇચ્છીએ છીએ.” બીસીસીઆઇ ડીઆરએસનો એવું કહીને વિરોધ કરી રહી છે કે તે ફુલપ્રૂફ નથી. ડીઆરએસનો વિરોધ કરનારો ભારત એકમાત્ર દેશ છે. કોહલીએ કહ્યું, ”આ એવી વાતો છે, જે અંગે હું અહીં બેસીને કંઈ કહી શકું નહીં. અમે આ અંગે ચર્ચા કરી છે. અમારું માનવું છે કે એમાં કેટલીક એવી વાતો છે, જેના પર ચર્ચા થઈ શકે છે. ખાસ કરીને બોલ પર નજર રાખવા અને હોકઆઇ અંગે.”

ઉલ્લેખનીય છે કે કાનપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનાે કેપ્ટન વિલિયમ્સન વિકેટની પાછળ કેચઆઉટ થયો હતો, પરંતુ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો નહોતો. ત્યાર બાદ ડીઆરએસ અંગે ભારતમાં ફરીથી ચર્ચાએ જોર પકડ્યું હતું.

You might also like