વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલરને IPL ન રમવાની આપી સલાહ…

સુકાની વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર આ વખતે આઇપીએલની સીઝનમાં ન રમે તેવી ઇચ્છા વ્યકત કરી છે. જેનું મુખ્ય કારણ સુકાની વિરાટ કોહલીએ જણાવ્યું કે જો આઇપીએલમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર રમે અને કોઇને પણ ઇજા થાય તો તેની સીધી અસર આગામી વર્લ્ડ કપમાં થશે.

જેને લઇને સુકાની વિરાટ કોહલીએ ચિંતા વ્યક્ત કરી છે. બીસીસીઆઇના સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ વિરાટ કોહલીએ સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠન કરાયેલ સમિતિ સીઓએની બેઠકમાં આ સલાહ આપી છે.

સૂત્રોના અહેવાલ મુજબ વિરાટ કોહલીએ સલાહ આપી કે મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર તેમજ અન્ય જે આગામી વિશ્વકપમાં રમી શકે છે તેમને ટી-20 ટૂર્નામેન્ટમાં રમવું જોઇએ નહીં.

જો કે હજુ સુધી વિરાટ કોહલીએ આપેલી આ સલાહ ઉપર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે આગામી વર્લ્ડકપ ઇંગ્લેન્ડમાં 30 મેથી 14 જુલાઇની વચ્ચે રમાવાનો છે. જ્યારે આઇપીએલની સીઝન પ્રથમ અઠવાડિયામાં થાય તેવી શક્યતા છે. જે મે મહિના ત્રીજા અઠવાડિયા સુધી ચાલે તેવી સંભાવના છે.

You might also like