યુવાનોને કોહલીની સલાહ: આઉટડોર ગેમ રમો, સોશિયલ મીડિયાથી દૂર રહો

નવી દિલ્હી: વર્તમાન ક્રિકેટરોમાં ટોચનો બેટ્સમેન અને સૌથી સફળ કેપ્ટન તેમજ ફિટનેસની બાબતમાં ખૂબ કાળજી રાખતા વિરાટ કોહલીએ ગઈ કાલે અહીં એક પ્રમોશનલ ઇવેન્ટમાં યુવા વર્ગને સલાહ આપતા સંદેશામાં જણાવ્યું, ”હમણાં મેં જોયું અને જાણ્યું છે કે બાળકો અને યુવાનો આઉટડોર સ્પોર્ટ્સ કરતાં વીડિયો ગેમ્સ રમવામાં વધુ સમય આપતા હોય છે.

શારીરિક વિકાસ માટે આઉટડોર ગેમ રમવી આદર્શ ગણી શકાય. યુવા વર્ગે સોશિયલ મીડિયાને ઓછો સમય આપવો જોઈએ. મારો આ સંદેશ દેશના દરેક નાગરિક માટે છે.”

You might also like