વિરાટ કોહલી વર્ષનો સર્વશ્રેષ્ઠ ટી-૨૦ ખેલાડી

મુંબઈઃ વિરાટ કોહલીને વર્ષનો સર્વશ્રેષ્ઠ ટી-૨૦ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન દિલીપ વેંગસરકરને અહીં એક સમારંભમાં સિયેટ લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ અપાયો હતો. આ દરમિયાન ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટને વર્ષનાે આંતરરાષ્ટ્રીય ખેલાડી અને વર્ષનાે આંતરરાષ્ટ્રીય બેટ્સમેન જાહેર કરાયો હતો. ભારતીય ઓફ સ્પિનર અશ્વિનને વર્ષનો આંતરરાષ્ટ્રીય બોલર અને રોહિત શર્માની વર્ષનો ભારતીય ક્રિકેટર તરીકે પસંદગી કરવામાં આવી હતી.

૬૦ વર્ષીય વેંગસરકરે પોતાની કરિયરમાં ૧૧૬ ટેસ્ટમાં ૧૭ સદીની મદદથી ૬૮૯૮ રન બનાવ્યા હતા. તેના નામ પર લોર્ડ્સના મેદાનમાં સતત ત્રણ સદી ફટકારવાનો રેકોર્ડ છે. તે ૧૯૮૩ની વિશ્વ કપ વિજેતા ટીમનો સભ્ય પણ હતો.
સિયેટ પુરસ્કારના અન્ય વિજેતા
⊗  લાઇફ ટાઇમ અચિવમેન્ટ દિલીપ વેંગસરકર
⊗  વર્ષનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જો રૂટ
⊗  વર્ષનો આંતરરાષ્ટ્રીય બેટ્સમેન જો રૂટ
⊗  વર્ષનો આંતરરાષ્ટ્રીય બોલર આર. અશ્વિન
⊗  વર્ષનો ટેસ્ટ ક્રિકેટર કેન વિલિયમ્સન
⊗  વર્ષનો વન ડે ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલ
⊗  વર્ષનો ટી-૨૦ ક્રિકેટર વિરાટ કોહલી
⊗  વર્ષનો ભારતીય ક્રિકેટર રોહિત શર્મા
⊗  વર્ષનો સ્થાનિક ક્રિકેટર શ્રેયસ ઐયર
⊗  વર્ષનો યુવા ખેલાડી રિષભ પંત
⊗  વિશેષ પુરસ્કાર અજિંક્ય રહાણે

You might also like