કોહલીએ મજાક નહોતી કરવી જોઈતીઃ સ્મિથ

મેલબોર્નઃ વિરાટ કોહલી પર વળતો હુમલો કરતા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે કહ્યું કે પહેલી ટી-૨૦ મેચમાં મારા આઉટ થયા બાદ વિરાટે વિચિત્ર હાવભાવ દેખાડીને મજાક નહોતી કરવી જોઈતી. ઉલ્લેખનીય છે કે સ્મિથ ટીવી કોમેન્ટ્રેટર સાથે લાઇવ ચેટ કર્યા બાદ તરત જ આઉટ થઈ ગયો હતો. એ ઘટનાથી એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ટેકનિક આવવાથી આ રમતને ફાયદો થઈ રહ્યો છે કે નુકસાન… સ્મિથે કહ્યું, ”તે (વિરાટ) મેદાન પર બહુ જ લાગણીશીલ બની જાય છે. મને એ જરૂરી નથી લાગતું કે કોઈ બેટ્સમેન આઉટ થાય ત્યારે તમારે આવી હરકત કરવી જોઈએ. મેદાન પર થોડી-ઘણી મજાક ચાલે છે, પરંતુ જ્યારે કોઈ આઉટ થઈ જાય તો મારું માનવું છે કે ત્યારે આવું ના કરવું જોઈએ.”

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટને કહ્યું કે, ”હું કોમેન્ટ્રેટર સાથે વાત કરવાને કારણે નહીં, પરંતુ ખોટાે શોટ રમવાને કારણે આઉટ થયો હતો. ત્યારે કોમેન્ટ્રી ચાલીર હી હતી, પરંતુ ખોટ શોટ રમવાને કારણે મેં મારી વિકેટ ગુમાવી હતી.”

You might also like