માલ્યા સાથે તસવીર પડાવતા વિરાટ કોહલી સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ

લંડનઃ ભારતીય બેંકોને નવ કરોડ રૂપિયાનો ચૂનો લગાડી લંડન ભાગી ગયેલા વિજય માલ્યા સાથે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની એક તસવીરને કારણે એક મોટા વિવાદ સર્જાય તેવી શક્યતા છે. તાજેતરમાં ભારત અને ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ એસેક્સ વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચ બાદ આ તસવીર લેવામાં આવી હતી.

મેચ પૂરી થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારવા આવેલા ભારતીય કલાકારો સાથે તસવીર પડાવી હતી. આ તસવીરમાં વિરાટ કોહલીની સાથે ઢોલ વગાડનારા તો છે જ, પરંતુ તેની સાથે ભાગેડુ વિજય માલ્યા પણ નજરે પડ્યો હતો.

આ તસવીર જોતાં જ ભારતીય ફેન્સ ભડકી ઊઠ્યા હતા અને સોશિયલ મીડિયામાં કોહલીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. કેટલાક ફેન્સે લખ્યું છે કે ઈંગ્લેન્ડ જઈ માલ્યા સાથે મુલાકાત કરવા બદલ કોહલીને સજા થવી જોઈએ.

You might also like