સ્મૃતિ અને હરમનને કંઈક આ અંદાજમાં મળ્યો વિરાટ

બેંગલુરુઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બેંગલુરુ વન ડેમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો. ભારતના પરાજય બાદ સોશિયલ મીડિયામાં ઘણા રિએક્શન જોવા મળ્યા, જ્યારે હાર બાદ વિરાટ કોહલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓને મળ્યો. મેચ પૂરી થયા બાદ વિરાટ કોહલી હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાને મળ્યો. ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓફિશિયલ એકાઉન્ટથી ફેસબુક પર શેર કરવામાં આવેલી કેટલીક તસવીરોમાં કેપ્ટન કોહલી મહિલા ટીમની ખેલાડીઓ હરમન-સ્મૃતિને મળતો નજરે પડે છે. આ તસવીરોમાં કેપ્ટન કોહલી મંધાના સાથે હાથ મિલાવતો દેખાય છે, જ્યારે અન્ય તસવીરોમાં વિરાટ આ મહિલા ખેલાડીઓ સાથે વીતચીત કરતો નજરે પડે છે.

You might also like