વિરાટ કોહલીએ ડરબનમાં બનાવ્યા અનોખા રેકોર્ડ

728_90

ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા વિરુધ્ધ ડરબનમાં પ્રથમ વન ડેમાં જીત મેળવી છે. આ જીતમાં સુકાની વિરાટ કોહલીની ભૂમિકા મહત્વની રહી છે. વિરાટ કોહલીએ સેન્ચુરી ફટકારી ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.

– વિરાટ કોહલીએ 112 રનની ઇનિંગ્સ રમી હતી જે આફ્રિકામાં પ્રથમ વન ડે સેન્ચૂરી હતી. જો કે આ તેની ભારતની ભૂમિ બહારની 19મી સેન્ચૂરી હતી.

– વિરાટ કોહલીએ ડરબન વન ડે માં રહાણે સાથે 189 રનની ભાગીદારી જે આફ્રિકા સામેનો ભારતનો રેકોર્ડ છે. આ અગાઉ આ રેકોર્ડ સચિન-દ્રવિડના નામે હતો.

– ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ લક્ષ્ય પીછો કરતા કરતાં 20મી સેન્ચૂરી ફટકારી.

– વિરાટ કોહલીની આ 33મી વન ડે સેન્ચુરી હતી જેમાં સુકાની બન્યા બાદ આ 11મી હતી. વિરાટે સુકાની બાદની સેન્ચુરીમાં સૌરવ ગાંગૂલીના રેકોર્ડની બરોબરી કરી છે. બંને સુકાનીએ 11-11 સેન્ચૂરી ફટકારી છે.

– દક્ષિણ આફ્રિકા વિરુધ્ધ ડરબનની સદી સાથે વિરાટ કોહલી દરેક 9 દેશમાં સેન્ચૂરી બનાવાનો રેકોર્ડ બનાવ્યો છે જ્યાં તે રમ્યો છે. વિરાટે ભારતમાં 14, બાંગ્લાદેશમાં 5, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકામાં 4-4, વેસ્ટ ઇન્ડિંઝમાં બે તેમજ ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બામ્બેમાં એક-એક સેન્ચૂરી ફટકારી છે.

– સચિન તેંડૂલકર અને સનત જયસુર્યાએ પણ વન ડે ક્રિકેટમાં નવ દેશ સામે સેન્ચૂરી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. સચિન-જયસૂર્યાએ વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વેમાં સેન્ચૂરી ફટકારી નથી. જ્યારે વિરાટે પાકિસ્તાનમાં હજી સુધી કોઇ સદી ફટકારી નથી.

 

You might also like
728_90