વિરાટે સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો ને પ્રશંસકો ભડક્યા

નવી દિલ્હી: વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કરતા તેના પ્રશંસકો નારાજ થયા હતા. કોહલીના ‘ડિનર’ ફોટોની લોકોએ જોરદાર નિંદા કરી હતી. કોહલીએ એક ફોટો શેયર કર્યો હતો, જેમાં તે ડિનર ટેબલ પર બેઠેલો છે અને તેની સામે ઘણા બધા પકવાનો પીરસેલા છે. ફોટોની કેપ્શનમાં કોહલીએ લખ્યું છે કે, ‘Dinner is Served!’ આ ફોટો પર લોકોએ કોમેન્ટ કરી છે કે કોહલીએ આ પ્રકારની તસવીરો પોસ્ટ કરવી જોઈએ નહીં. એક ચાહકે કોમેન્ટ કરતાં લખ્યું છે કે, ‘ડિયર વિરાટ, તમને નિવેદન છે કે તમે ખાવાનું ગરીબોને ખવડાવો. તમે એવી જિંદગી જીવી રહ્યા છો, જે તમે ક્યારેય સપનામાં વિચાર્યું પણ નહોતું. અમુક લોકોને એક વખતની રોટી પણ મુશ્કેલથી મળે છે. પ્લીઝ, તમે એવા ગરીબ લોકોની મદદ કરો.’

You might also like