રોડની વચ્ચે આ વાતને લઈ ગુસ્સે થઈ અનુષ્કા, કોહલીએ શેર કર્યો video

બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્માનો એક વીડિયો વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામમાં પર શેર કર્યો છે. આ વીડિયોમાં અનુષ્કા શર્મા એક કાર ચાલકને ખખડાવતી નજરે ચઢે છે. કારચાલકે પોતાની કારમાંથી પ્લાસ્ટીકનો એક કુડો રસ્તા પર ફેંક્યો હતો. જેનો વિરોધ અનુષ્કા શર્મા કર્યો હતો અને પ્લાસ્ટિકને ડસ્ટબીનમાં ફેંકવા પણ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે,આ વિડીયો શેર કરતા ભારતના ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીએ લખ્યું કે,તેણીએ આ લોકોને રસ્તા પર કચરો ફેંકતા જોયા અને તેને આડા હાથે લીધા.વધુમાં લખ્યું કે,લક્ઝરી કારમાં સફર કરી રહ્યા છે અને અક્કલ નથી તેમને. શું આવા લોકો આપણા દેશને સાફ રાખશે? જી હા, જો તમે પણ આવી કોઇને ભૂલ કરતાં જુઓ તો તેમને વઢો અને જાગૃતતા ફેલાવો.

 

આપને જણાવી દઇએ કે,ભારતના વડાપ્રધાને દેશને સ્વચ્છ બનાવવાનું એક બીડું ઝડપ્યું છે અને તેમના આ મહાઅભિયાનમાં દેશના કેટલાય નામી-અનામી લોકો જોડાયેલા છે. ત્યારે તાજેતરમાં ફિલ્મજગતની જાણીતી અભિનેત્રી અને ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ એક નાગરિકને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા હતા.

You might also like